ઉધરસ એ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. જેનો મોટાભાગના લોકો તેમના જીવનમાં સામનો કરે છે. ઉધરસ સાથે શરદી પણ થાય છે અને ફેફસામાં લાળ જમા થવા લાગે છે. જો ઉધરસ તમને ઘણા દિવસોથી પરેશાન કરી રહી છે અને તેનાથી છુટકારો મેળવવા માટે તમે અસરકારક ઘરગથ્થુ ઉપચાર શોધી રહ્યા છો. તો અહીં રસોડાની કેટલીક વસ્તુઓના ઉપાયો આપેલા છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે.
ખાંસી મુખ્યત્વે બે પ્રકારની હોય છે
એક ભીની ઉધરસ અને બીજી સૂકી ઉધરસ.
ઉધરસ એ ગંભીર રોગોમાંની એક છે જે આપણને હૃદયની નિષ્ફળતા અને ફેફસાની નિષ્ફળતા જેવા ઘણા જીવલેણ રોગો તરફ દોરી શકે છે.
ઘર ગથ્થું આયુર્વેદિક ઉપચાર
૧ ચમચી તુલસીનો રસ, ૧ ચમચી આદુનો રસ, ૧ ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.
આદુનું સેવન કફ માટે પણ રામબાણ સાબિત થાય છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે કાચું આદુ ખાઈ શકો છો.
દરરોજ ૧૦ થી ૧૨ ખજૂર ખાઈ અને ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ બહાર નીકળી જશે.
૧૦ થી ૧૨ ગ્રામ આદુ ના રસમા ૧ ચમચી મધ મિક્સ કરી તેમા થોડી હળદર મિક્સ કરી સવારે અને સાંજ પીવુ અને અડધો કલાક પાણી ન પીવાથી કફ મટી જશે.
મધના બળતરા વિરોધી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણો કફથી રાહત અપાવવામાં ખૂબ જ ઉપયોગી છે. મધ બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શનને દૂર કરવામાં અસરકારક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech