સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવનો કહેર, પવનની દિશા બદલાશે, ઠંડીનો પારો ગગડશે

  • December 19, 2024 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન પોરબંદર અને કચ્છના નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. નલિયામાં તાપમાન 5.8 ડિગ્રી સુધી ઘટી ગયું છે.


વામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ વાતાવરણ સૂકું રહેવાની વચ્ચે હવામાન વિભાગનું માનવું છે કે આવનારા 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં પોરબંદર તેમજ કચ્છના નલિયા વિસ્તારમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી શકે છે.


તાપમાન અંગે વાત કરીએ તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા વિસ્તારમાં છે. નલિયા વિસ્તારમાં 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે પોરબંદરમાં 10.9 ડિગ્રી તથા અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું હતું. 


મહત્વનું છે કે પોરબંદર અને અમદાવાદમાં આટલું જ તાપમાન યથાવત રહે તેવી સંભાવના છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં તાપમાન 1 ડિગ્રી જેટલું વધી શકે છે. આનું મુખ્ય કારણ પવનની દિશા પણ હોઈ શકે છે, કેમ કે પવનની દિશા જેમ-જેમ બદલાતી રહેશે તેમ-તેમ તાપમાનમાં ફેરફાર જોવા મળશે.


તાપમાનની સ્થિતિ:

નલિયા: 5.8 ડિગ્રી

પોરબંદર: 10.9 ડિગ્રી

અમદાવાદ: 15 ડિગ્રી


શું કરવું જોઈએ...

- ઠંડીથી બચવા માટે ગરમ કપડા પહેરવા.

- ગરમ ખોરાક અને પીણા લેવા.

- વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું.

- ઘરમાં ગરમ પાણીથી સ્નાન કરવું.

- ઠંડા પાણીથી દૂર રહેવું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application