છેલ્લા ચારેક દિવસથી લોકોએ ઠંડીનો અનુભવ કર્યો: હજુ બપોરે ગરમી
દેવ દિવાળીનો તહેવાર પુરો થઇ ગયા બાદ થઇ ચૂકી છે, લઘુતમ તાપમાન ધીરે-ધીરે ધટતું જાય છે અને ૧૮.૫ ડીગ્રીએ પહોંચ્યું છે, જો કે બપોરે ૧૧ થી ૫ દરમ્યાન ગરમી હજુ પડી રહી છે, પરંતુ સવાર-સાંજ ઠંડક હોવાથી લોકો પણ ખુશ થયા છે.
આજે ઠંડીના માહોલ વચ્ચે વોકીંગ કરનારાઓએ પણ ઠંડીની મોજ માણી હતી, ગામડાઓમાં પણ વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી, જો કે હવામાન ખાતુ કહે છે કે, બે-ત્રણ દિવસમાં જ ગરમી ઘટતી જશે અને ઠંડી શ થશે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આ વખતે લગભગ વીસેક દિવસ ઠંડી મોડી શ થઇ છે, હજુ તો શઆત છે પરંતુ આવતા અઠવાડીયે ઠંડી વધશે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૮.૫ ડીગ્રી, મહત્તમ તાપમાન ૩૩.૫ ડીગ્રી, હવામાં ભેજ ૬૩ ટકા અને પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે, એક તરફ કમોસમી માવઠાથી ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, બીજી તરફ અસહ્ય ગરમીને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
ઠંડીની મોસમ આ વખતે લગભગ એકાદ મહીનો મોડી શ થઇ છે, જેને કારણે શિયાળુ પાકને પણ અસર થશે, સિઝનમાં ભારે ફેર બદલાવ આવ્યા છે, દર વર્ષે નવરાત્રી બાદ ધીમે-ધીમે ઠંડીનું આગમન થાય છે અને દિવાળી ઉપર તો તાપમાન ૧૨ થી ૧૫ ડીગ્રી જેવું રહે છે, પરંતુ અત્યારે હાલત એવી છે કે, દેવદિવાળી નજીક છે ત્યારે હજુ પણ ઠંડીનો કોઇ મોટો ચમકારો દેખાયો નથી અને રાબેતા મુજબ વાતાવરણ હોવાથી લોકોને પણ આશ્ર્ચર્ય થયું છે, બે-ત્રણ દિવસથી ઠંડીએ પાપા પગલી કરી છે ત્યારે મોર્નીંગ વોક કરનારાઓની સંખ્યા પણ ધીરે-ધીરે વધવા લાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationNCRTCનો મોટો નિર્ણય, નમો ભારત શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન યોજાશે, વિજેતાઓને મળશે લાખો રૂપિયાનું ઇનામ
November 16, 2024 01:37 PMઓસ્ટ્રેલિયાના ખેલાડીએ પર્થ ટેસ્ટ પહેલા વિરાટ કોહલીને આપી ધમકી
November 16, 2024 01:12 PMજામનગર: ખંભાળિયા નાકા વિસ્તારમાં રાત્રે પોલીસની રેડ, દારૂની મહેફિલ માણતા આઠ અરેસ્ટ
November 16, 2024 01:01 PMજામનગર જિલ્લાના એટીવીટીના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પગાર વધારો કરવાની માંગ સાથે આવેદન પત્ર
November 16, 2024 12:58 PMશેઠવડાળા ગામમાં સ્વયંભૂ સજ્જડ બંધ પાડવામાં આવ્યો
November 16, 2024 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech