ગિરનાર પર્વત ઉપર અને જૂનાગઢમાં ઠંડી યથાવત

  • December 13, 2023 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના લઘુતમ તાપમાનમાં સામાન્યથી બે ડિગ્રી જેટલો વધારો થયો છે અને ઠંડીએ પારોઠના પગલાં ભરવાનું શરૂ કર્યું હોય તેમ જણાય છે. જોકે આશ્ચર્યજનક રીતે જુનાગઢ શહેર અને ગિરનાર પર્વત ઉપર ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે. ગિરનાર પર્વત પર આજનું લઘુતમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું છે. જૂનાગઢમાં 12.2 અને ભવનાથ તળેટીમાં 10.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ગિરનાર પર્વત સિવાય સમગ્ર રાજ્યમાં ક્યાંય લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં નોંધાયો નથી. ગઈકાલે નલિયામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી હતું તે આજે વધીને 11.2 ડિગ્રી થઈ ગયું છે. રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે.

જે ગઈકાલે તેર ડિગ્રી હતું. પોરબંદરમાં ગઈકાલે 12.8 અને આજે 14 ડીગ્રી, અમરેલીમાં ગઈકાલે 12.7 અને આજે 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં 17.1 કંડલામાં 16.7 અને વેરાવળમાં 18.3 ડિગ્રી આજે લઘુતમ તાપમાન રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application