ગુજરાતમાં કેરી બાદ સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન થાય છે. કલ્પવૃક્ષ સમા નાળિયેરના ઉત્પાદનમાં રાયમાં સોરઠ અગ્રેસર રહ્યું છે.નાળિયેરીના વાવેતરને અને ઉત્પાદનને વેગ મળે તેવા આશયથી જૂનાગઢમાં બે વર્ષ પૂર્વે કેન્દ્રીય કૃષિ મંત્રીના હસ્તે ગુજરાતની એકમાત્ર કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોકોનટ બોર્ડના ઉપક્રમે આજે સુત્રાપાડા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાતો દ્રારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું.
દેશમાં ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકાંઠો આવેલો છે.દરિયાઈ વિસ્તારમાં નાળિયેરના પાકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતરનો વિસ્તાર અંદાજે ૨૫, ૬૭૨ હેકટર છે. જેમાંથી ૨૧૪૨ લાખ ટન નાળિયેરનું ઉત્પાદન થઈ રહ્યું છે.જેમાં સૌથી વધુ ગીર સોમનાથમાં ૯૧૭૭ હેકટર,જૂનાગઢ જિલ્લામાં ૬૪૫૫, પોરબંદર ૭૩૫ મળી ૧૬૩૮૫ હેકટરમાં નાળિયેરનું વાવેતર થતું હોવાથી નાળિયેરના વાવેતરમાં સોરઠ અગ્રેસર રહ્યું છે. સોરઠમાં ગીર સોમનાથ જિલ્લ ો નારિયેળીના વાવેતરમાં અગ્રેસર છે જેથી જૂનાગઢમાં કાર્યરત કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ રીજીયોનલ કચેરી દ્રારા સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાઙા ગામે સાયકલોન સેન્ટર ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખેતી અને છોડ સંરક્ષણ, પ્રક્રિયા અને મૂલ્ય વર્ધધન જેવા વિષય પર નિષ્ણાતો દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ દ્રારા નાળિયેરીની ખેતી માટે તથા નાળિયેરી લક્ષી વિવિધ કામગીરી માટે કોકોનેટ ફામિગ ઉપરાંત વિવિધ યોજનાઓના લાભાર્થીને સબસીડી આપવામાં આવી રહી છે.
જોકે બીજી તરફ નાળિયેરની ખેતી માટે પૂરતી જગ્યા મળી રહે તે માટે બોર્ડ દ્રારા ગુજરાત સરકારમા જમીન ફાળવણીની રજૂઆત કરવામાં આવી છે. કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડ દ્રારા ગુજરાત સરકારને નારિયેળની ખેતી માટે જમીન ફાળવવા માંગ કરી છે.પરંતુ ગુજરાત સરકાર દ્રારા જગ્યા ફાળવણીને લઈ બે વર્ષ બાદ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી આ અંગે પણ યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ થઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech