પોરબંદરના સમુદ્રમાં જહાજમાંથી ઇજાગ્રસ્ત ક્રૂ મેમ્બરને બચાવવા જતી વખતે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું દરિયામાં ઇમરજન્સી લેન્ડીંગ થયુ હતુ અને એ સમયે તે સમુદ્રમાં ગરકાવ થઇ જતા કોસ્ટગાર્ડ ના ત્રણ જવાનો લાપતા બન્યા છે અને એક ને બચાવી લેવામાં આવ્યો છે.બનાવની વિગત એવી છે કે ગઇકાલે મોડી રાત્રે ૧૧ વાગ્યાના સુમારે ભારતીય કોસ્ટગાર્ડને એવી માહિતી મળી હતી કે પોરબંદરથી ૪૫ કિ.મી. દૂર સમુદ્રમાં મોટર ટેન્કર (જહાજ) 'હરિલીલા'માં એક ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત થયો છે આથી તેને બચાવવા માટે ઇન્ડીયન કોસ્ટગાર્ડનું એ.એલ.એચ. હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યુ હતુ અને આ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર જહાજ સુધી પહોંચે તે પહેલા જ તેને ઇમરજન્સી લેન્ડીંગ કરવાની સમુદ્રમાં જ ફરજ પડી હતી તેથી હેલીકોપ્ટર સાથે ચાર જેટલા કોસ્ટગાર્ડ જવાનો સમુદ્રમાં પડી ગયા હતા તે પૈકી એક જવાનનો બચાવ થયો છે યારે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે.
બનાવ બન્યો ત્યારે હેલિકોપ્ટર ક્રૂ મેમ્બરને લેવા માટે જહાજની નજીક આવી રહ્યુ હતુ ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળ્યુ છે અને ઇન્ડીયન કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન માટે ચાર જહાજ અને બે એરક્રાટ સમુદ્રમાં રવાના કર્યા છે અને અન્ય જવાનોની શોધખોળ ચાલુ છે. જો કે આ લખાય છે ત્યાં સુધી કોસ્ટગાર્ડ દ્રારા સતાવાર રીતે હેલિકોપ્ટર ક્રેસ થયાની કોઇ માહિતી જાહેર કરી નથી.માત્ર એવુ જાહેર થયુ છેકે હેલિકોપ્ટરનો કાટમાળ સમુદ્રમાંથી મળી આવ્યો છે અને લાપતા ક્રૂ મેમ્બરની શોધખોળ ચાલુ છે.
હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો
પોરબંદરના સમુદ્રમાં ગુમ થયેલ હેલિકોપ્ટરનો કાટમાળ પણ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. પોરબંદરથી ૨૫ કિ.મી. દૂર સમુદ્રમાં તેનો કાટમાળ મળતા તેમાં રહેલા કોસ્ટગાર્ડના જવાનો અંગે પણ હવે ટીમ કોસ્ટગાર્ડ ચિંતાતુર બન્યુ છે.
પૂરમાં આ હેલિકોપ્ટરથી ૬૭ને બચાવાયા હતા
તાજેતરમાં જ પોરબંદરમાં પુરની પરિસ્થિતિ સર્જાઇ હતી ત્યારે કોસ્ટગાર્ડના આ એ.એલ.એચ. હેલિકોપ્ટર દ્રારા સર્ચ અને રેસ્કયુ ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં ૬૭ જેટલા લોકોનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. અને હવે એ જ હેલિકોપ્ટર દરિયામાં રેસ્કયુ ઓપરેશન વખતે લાપતા બન્યુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમારા શરીરમાં બદલાવ આવ્યો છે પણ વજન ઘટ્યું નથી: સુનિતા વિલિયમ્સ
November 14, 2024 11:39 AMભારતના પ્રથમ લીડલેસ પેસમેકરથી ૭૪ વર્ષની મહિલાનો જીવ બચાવાયો
November 14, 2024 11:37 AMબ્રાઝિલની રાજધાનીમાં સુપ્રીમ કોર્ટ પાસે જ વિસ્ફોટ, એકનું મોત, ૨ ઘાયલ
November 14, 2024 11:36 AMએકસ ટોકિસક પ્લેટફોર્મ બની ગયું છે: બ્રિટિશ અખબાર સહિત સવા લાખ યુઝર્સે કર્યેા બહિષ્કાર
November 14, 2024 11:35 AMહાપા યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
November 14, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech