એકધારા હીટ વેવના કારણે છેલ્લા થોડા દિવસોથી જનજીવન ભારે પ્રભાવિત થયા પછી આખરે મહત્તમ તાપમાનમાં જોરદાર ઘટાડો થયો છે. બુધવારની સરખામણીએ ગુરુવારે કંડલા અને પોરબંદરમાં મહત્તમ તાપમાનનો પારો છ ડિગ્રી નીચે ઉતરી ગયો છે. જ્યારે રાજકોટમાં મહત્તમ તાપમાન અઢી ડિગ્રી જેટલું ઓછું થયું છે.
ગરમીના ઘટાડાની સાથે સાથ ગઈકાલ સાંજથી જ પવનની દિશા બદલાઈ હતી અને દરિયા તરફથી ભેજવાળા પવનો ફુકાવાનું શરૂ થયું હતું. આકાશમાં ભેજવાળા વાદળો પણ ગઈકાલે સાંજથી આજે સવારે જોવા મળ્યા છે. ભેજવાળા વાતાવરણના કારણે સંધ્યા ઢળતાની સાથે જ ગરમી અને લુ ની અસર બંધ થઈ ગઈ હતી અને પ્રમાણમાં ખુશનુમા વાતાવરણ રહ્યું હતું.
મોડી સાંજ થી સવાર સુધી આવું વાતાવરણ રહ્યા પછી સૂર્યોદય થતાની સાથે જ ફરી ગરમી શરૂ થઈ ગઈ છે. પરંતુ હીટ વેવ ન હોવાના કારણે સહન થઈ શકે તેવી ગરમીનો અનુભવ લોકો કરે છે. આજે સવારે અમરેલીમાં 72 ભુજમાં 78 દ્વારકામાં 84 ઓખામાં 80 પોરબંદરમાં 83 રાજકોટમાં 87 સુરતમાં 71 વેરાવળમાં 86 કંડલા અને નલિયામાં 78% ભેજ નોંધાયો છે.
ગુરુવારે ભુજમાં 40.2 કંડલા એરપોર્ટ પર 42.6 અમરેલીમાં 42.8 કેશોદમાં 40 રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 અમદાવાદમાં 43.3 ડીસામાં 41.8 ગાંધીનગરમાં 43.2 વલ્લભ વિદ્યાનગરમાં 40.9 વડોદરામાં 40.8 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આગામી બે થી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી જેટલો નીચે ઉતરશે અને તેના કારણે ગરમીમાં રાહત મળશે. પરંતુ ત્યાર પછી ફરી નવેસરથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે અને મહત્તમ તાપમાન નો પારો 42 થી 44 ડિગ્રી આસપાસ પહોંચી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech