જેતપુર શહેરના ચાંપરાજપુર રોડ પર ભોજાધાર પાસેથી પૂર્વ બાતમીને આધારે વોચ રાખીને બેસેલ પોલીસે બોલેરો પીકઅપ વાન નીકળતા તેને રોકી તપાસ કરતા અંગ્રેજી દારૂના ૭૨૦ નંગ કિંમત રૂપિયા ૨.૦૨૮૦૦ રૂપિયા અને બિયર ટીન નંગ ૧૦૫૬ કિંમત રૂપિયા ૧,૦૫૬૦૦ કુલ મુદ્દામાલ ૭.૧૪.૪૦૦ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જેતપુર શહેર પોલીસ મોડી રાતના પેટ્રોલીંગ હતી ત્યારે તેઓ બોખલા દરવાજા પાસે પહોંચતા તેઓને ચાંપરાજપુર રોડ પરથી અંગ્રેજી દારૂની ગાડી આવવાની હોવાની બાતમી મળી હતી. જેથી તરત જ ભોજાધર પાસે વોચમાં બેસતા એક બોલેરો પીકઅપ વાં નીકળતા તેને રોકતા ડ્રાઇવર અંધારાનો લાભ લઇ નાશી ગયો. જ્યારે ક્લીનર તરીકે બેસેલ વિજય ઉર્ફે બીસ્ફુ સાકળીયા રહે જસદણ હોવાનું જણાવેલ અને નાશી ગયેલ શખ્સનું નામ નરેન્દ્રસિંહ ઉર્ફે ઉસ્તાદ તનવર હાલ રહે જસદણ મૂળ રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પકડાયેલ શખ્સને સાથે રાખી બોલેરો પીકઅપ વાનની તાલપત્રી દૂર કરી તપાસ કરતા અંદરથી અંગ્રેજી દારૂના ૭૨૦ નંગ કિંમત રૂપિયા ૨.૦૨૮૦૦ રૂપિયા અને બિયર ટીન નંગ ૧૦૫૬ કિંમત રૂપિયા ૧,૦૫૬૦૦ મળી આવ્યા હતા. પીકઅપ વાનમાંથી દારૂ મળી આવતા ચાલક પોલીસે દારૂ, બિયર, મોબાઈલ અને પીકઅપ વાન સહિતનો કુલ ૭.૧૪.૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક સામે ગેરકાયદેસર અંગ્રેજી દારૂ, બિયરની હેરફેર કરવાનો ગુન્હો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech