કંચનજંઘા એક્સપ્રેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પાયલટ અનિલ કુમારના પરિવારને આખરે ન્યાય મળ્યો છે. ચીફ કમિશનર ઑફ રેલ્વે સેફ્ટીના રિપોર્ટમાં તેમને 17 જૂનના રોજ થયેલા અકસ્માત માટે દોષિત ઠેરવવામાં આવ્યા નથી.નોંધનીય છે કે આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા અને 43ને ઈજા પહોચી હતી.અનિલને ક્લીનચીટ મળ્યા બાદ તેની પત્ની રોશની કુમારે કહ્યું કે ટ્રેન અકસ્માતના કલાકોમાં જ મારા પતિને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અમે ખુશ છીએ કે રેલવેએ યોગ્ય તપાસ કરી અને તેને નિર્દોષ જાહેર કયર્.િદુર્ઘટનાના બે કલાકની અંદર રેલ્વે બોર્ડના ચેરપર્સન જયા વમર્િ સિન્હા અને અન્ય રેલ્વે અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે તે મૃતક લોકો પાઇલટ અને તેના ઘાયલ સહાયકની ભૂલ હતી. જો કે, ચીફ કમિશનર ઑફ રેલ્વે સેફ્ટીના પ્રારંભિક અહેવાલમાં જણાવાયું છે કે માલ ટ્રેનના લોકો પાઇલટને કાંચનજંઘા એક્સપ્રેસની હાજરી હોવા છતાં તે વિભાગ પર આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. કોઈપણ સાવધાનીના આદેશ વિના તમામ ખરાબ સંકેતો પસાર કરવા માટે તેને ખોટો મેમો આપવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન આ બાબત સામે આવી
તપાસમાં જાણવા મળ્યું કે ગુડ્સ ટ્રેન 78 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. ત્યારબાદ લોકો પાયલટે કંચનજંગા એક્સપ્રેસની પાછળની બાજુ જોઈ અને ઈમરજન્સી બ્રેક લગાવી. પરંતુ કંચનજંગાને ટકરાતા પહેલા ટ્રેન માત્ર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમી પડી શકી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અનિલે 5 મિનિટમાં 10 વખત થ્રોટલ એડજસ્ટ કર્યું હતું, જે તેની સતર્કતા દશર્વિે છે.
પરિવારને વળતર મળશે
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે અનિલ કુમારના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. એનએફઆરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પેન્શન ઓર્ડર પણ જારી કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech