સોમવારથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા: ૬૦,૪૯૬ વિદ્યાર્થીઓની લેવાશે કસોટી

  • March 09, 2024 07:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૧મી માર્ચને સોમવારથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.ભાવનગર શહેર અને જિલ્લાના ૬૦૪૯૬ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.વિદ્યાર્થીઓની હોલટીકીટ પણ સાઇટ પર અપલોડ કરી દેવાઈ છે ત્યારે વિદ્યાર્થી પોતાની બેઠક વ્યવસ્થા જોઇ શકે તે માટે તા. ૧૦ને રવિવારે તમામ પરીક્ષા કેન્દ્રો બપોરે ૨ થી પ દરમિયાન ખુલ્લા રાખવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સૂચના અપાઈ છે.પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.


  બોર્ડની પરીક્ષાઓ તા.૧૧ માર્ચને સોમવારથી શરૂ થશે. જેમાં ધો. ૧૦ના ૩૫,૫૩૬,ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૧૯,૪૭૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૫૪૯૦ એમ કુલ ૬૦,૪૯૬ વિધાર્થીઓ પરીક્ષા આપશે.ગત વર્ષે ૬૯,૬૬૫ વિધાર્થીઓ હતા.આ વર્ષે ૯૧૬૯ વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.


  ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓમાં પરીક્ષા પૂર્વે બેઠક વ્યવસ્થાને લઇ કોઇ પ્રશ્નો ઉઠે નહીં તેવું સુચારૂ આયોજન ગોઠવાયું છે વિદ્યાર્થી પણ વ્યવસ્થાને અનુરૂપ થઇ ખાતરી કરી શકે તે માટે ધો. ૧૦ના ત્રણ ઝોનના કુલ ૧૩૦ બિલ્ડીંગ અને ધો.૧૨ના ૯૭ બિલ્ડીંગ કે જ્યાં પરીક્ષા લેવામાં આવનાર છે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા તા. ૧૦ને રવિવારે બપોરે ૨થી ૫ દરમિયાન જોઈ શકશે. આ સમય દરમિયાન શાળાઓ ખુલ્લી રાખવા જિલ્લા શિક્ષણાધિકારીએ તાકીદ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application