દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં કોલેરાનો હાહાકાર, શાળાઓ બંધ

  • January 18, 2024 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ આફ્રિકાનો દેશ ઝામ્બિયા કોલેરાના મોટા પ્રકોપનો સામનો કરી રહ્યો છે. જેના કારણે દેશની તમામ શાળાઓ બધં કરી દેવામાં આવી છે. ઝામ્બિયાના ૧૦માંથી નવ પ્રાંત કોલેરાનો સામનો કરી રહ્યા છે.દેશમાં ઓકટોબરથી અત્યાર સુધીમાં ૪૦૦થી વધુના મોત થયા છે તો ૧૦,૦૦૦ થી વધુ લોકો સંક્રમિત બન્યા છે. દેશની તમામ શાળાઓ બધં કરી દેવામાં આવી છે. રાજધાની લુસાકામાં એક વિશાળ ફટબોલ સ્ટેડિયમને સારવાર કેન્દ્રમાં પાંતરિત કરવામાં આવ્યું છે.

ઝામ્બિયન સરકાર સામૂહિક રસીકરણ કાર્યક્રમ શ કરી રહી છે અને કહે છે કે તે દેશમાં અસરગ્રસ્ત સમુદાયોને દરરોજ ૨.૪ મિલિયન લિટર સ્વચ્છ પાણી પૂં પાડે છે. 'ઝામ્બિયા પબ્લિક હેલ્થ ઇન્સ્િટટૂટ' અનુસાર, ઝામ્બિયામાં રોગચાળો ઓકટોબરમાં શ થયો હતો. ઓકટોબરથી અત્યાર સુધીમાં ૪૧૨ લોકો કોલેરાના કારણે મૃત્યુ પામ્યા છે અને ૧૦,૪૧૩ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશના લગભગ અડધા જિલ્લાઓ અને ૧૦ માંથી ૯ પ્રાંત કોલેરાની ઝપેટમાં છે. લગભગ બે કરોડની વસ્તી ધરાવતા દેશમાં દરરોજ ૪૦૦ થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
ઝામ્બિયાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે દેશના ૧૦માંથી નવ પ્રાંતોમાં કોલેરા જોવા મળ્યો છે. લગભગ ૨૦ મિલિયનની વસ્તી ધરાવતા આ દેશમાં, કોલેરાથી બીમાર લોકોની સંખ્યા દરરોજ ૪૦૦ થી વધુ છે. સ્વાસ્થ્ય મંત્રી સિલ્વિયા મોસેબોએ તેને દેશવ્યાપી સમસ્યા ગણાવી અને કહ્યું કે આ રોગચાળો દેશની સ્વાસ્થ્ય સુરક્ષા માટે ગંભીર ખતરો છે.

કોલેરા શું છે?

કોલેરા એ પાણીજન્ય રોગ છે જે અસ્વચ્છ વિસ્તારોમાં ફેલાય છે. આ રોગ દૂષિત પાણી અથવા ખોરાક ખાવાથી થાય છે. ગયા વર્ષે અન્ય આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેમાં પણ કોલેરા ફેલાયો હતો. અહીં પણ પીવાના શુદ્ધ પાણીની સમસ્યા છે. યારે કોલેરા ત્રાટકી, ત્યારે મેનિકલેન્ડ અને માસવિંગો પ્રાંતોના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં અંતિમ સંસ્કારમાં ભાગ લેનારા લોકોની સંખ્યા ૫૦ સુધી મર્યાદિત હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News