ધરારનગરમાં રહેતી પાંચ વર્ષની બાળકીને પોઝીટીવ નિકળ્યા બાદ મુલામેડી વિસ્તારમાં રહેતા અને વડોદરા અભ્યાસ કરતા ડોકટર પણ કોલેરાની ઝપટમાં આવી ગયા: જામ્યુકોની આરોગ્ય ટીમનો ઠેર-ઠેર સર્વે શ
જામનગર શહેરમાં ધીરે-ધીરે કોલેરાના સાત કેસ પોઝીટીવ આવ્યા છે, ગઇકાલે મુલામેડી વિસ્તારમાં રહેતા અને વડોદરા ઇન્ટરશીપ કરતા એક ડોકટરનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેને જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, નવા પાણીને કારણે તાવ, ઝાડા, ઉલ્ટીના કેસો વધતા જાય છે, બીજી તરફ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ ડોર-ટુ-ડોર સર્વે કરી રહી છે, અગાઉ ધરારનગર-2માં રહેતી પાંચ વર્ષની બાળાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ફરીથી એક ડોકટરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
નવું પાણી આવતા જ જામનગર શહેરમાં કોલેરા વઘ્યો છે અને આ રોગના અધિકારી તરીકે ડીએમસી ઝાલાની નિમણુંક કરવામાં આવી છે, તેમના નેજા હેઠળ સમગ્ર શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં આરોગ્ય ખાતાની ટીમ ફરી વળી છે, મુલામેડી વિસ્તારમાં રહેતા એક ડોકટરને તાવ આવ્યા બાદ તેનો રિપોર્ટ કરાવતા કોેલેરા પોઝીટીવ નિકળ્યો હતો, આ અગાઉ ધરારનગર-2માં રહેતી પાંચ વર્ષની બાળકીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો, ખાસ કરીને મુલામેડી વિસ્તારમાં 100થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ હોવાનું જાણવા મળે છે, કેટલાકના સેમ્પલ લેવામાં આવ્યા છે.
કોલેરાના છ કેસ નોંધાયા બાદ વહિવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે, તા.3 જુનથી જામનગરમાં એપેડેમીક એકટનું જાહેરનામુ બહાર પાડીને વામ્બેઆવાસ વિસ્તારના ઘાંચીવાડ અને બેડીબંદર આરોગ્ય કેન્દ્રના બે કિલોમીટરના વિસ્તારને કોેલેરાગ્રસ્ત જાહેર કયર્િ હતાં. જી.જી.હોસ્પિટલમાં ઓપીડીમાં દરરોજ 50 થી 60 દર્દીઓ ઝાડા-ઉલ્ટીના આવતા હોય છે તેમાંથી 7 થી 8 દર્દીઓને દાખલ કરવામાં આવે છે. આમ જી.જી.હોસ્પિટલમાં પણ કોેલેરા માટેનો અલગ મ બનાવવામાં આવ્યો છે, જી.જી.હોસ્પિટલની ટીમ ઉપરાંત કોર્પોરેશનના 12 આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં પણ ટીમ સર્વે કરી રહી છે.
નવું પાણી આવતા જ જામનગરમાં કોલેરા અને ઝાડા-ઉલ્ટીના કેસો વઘ્યા છે ત્યારે કેટલાક વિસ્તારોમાં તો ગટરનું પાણી અને પીવાનું પાણી ભેગુ થઇ જતું હોય લોકો રોગચાળાનો ભોગ બન્યા છે, હજુ જામનગરમાં બરફ, શેરડીનો રસ, પાણીપુરી ખુલ્લેઆમ વેંચાય છે, અનેક વિસ્તારોમાં ચેકીંગની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ રોગચાળો વધતો જાય છે તે પણ હકીકત છે.
કોલેરાના રોગને નિયંત્રણમાં લાવવા માટે શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે ગાંધીનગરથી મેડીકલ ટીમ જામનગર આવી હતી અને મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને કલેકટર બી.કે.પંડયા સાથે અલગ-અલગ મીટીંગ કરીને જરી ગાઇડલાઇન આપી હતી. જુલાઇની તા.9 સુધીમાં જામનગર શહેરમાં કોલેરાના 7 કેસ નોંધાઇ ચૂકયા છે, શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીના કેસો વધતા જાય છે, ધાબડીયા વાતાવરણને કારણે લોકો બિમારીનો ભોગ બને છે ત્યારે ડોકટરોના કહેવા મુજબ હાલમાં જે પાણી આવે છે તે તબીયત માટે હાનીકારક નિવડી શકે છે તેના કારણે ઉકાળીને પાણી પીવું ખુબ આવશ્યક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech