ઉપલેટાના તણસવા ગામનાં પાટીયા પાસે આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા મજુર પરિવારના ૪ જેટલા બાળકોના ૧૦ દિવસ પહેલા મોત થયા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગે કોઇ કાર્યવાહી નહીં કરી કુંભકુર્ણની નિંદ્રામાં હોય તેવું જણાઇ આવે છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા રોડ પર આવેલ ખાનગી ઔધોગિક વિસ્તારોમાં સંભવિત કોલેરાના કેસો સામે આવતા જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોશી દ્રારા ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા ગામ રોડ પર આવેલ સંસ્કાર પોલીમર્સ, અર્ચન પોલીમર્સ, આશ્રય પોલીમર્સ વગેરે ખાનગી ઔધોગિક વિસ્તારો અને તેની આજુબાજુના ૧૦ કી.મી.ના વિસ્તાર પર તા. ૨૨ ઓગસ્ટ સુધી પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા મામલતદાર ઉપલેટાની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
૧૦ દિવસની ઘટનાની જાણ કોઇને કરવાને બદલે ૧૦ દિવસ પહેલા પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા મજૂર પરિવારના અંદાજીત ચાર બાળકોને તબીયત લથડતા તેમને પ્રથમ ઉપલેટા અને ત્યાંથી જૂનાગઢ તેમજ જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં કાર્તિક ઉ.વ.૨, કાયના ઉ.વ.૩, સંજલીબેન બંસીભાઇ સહિત ૧થી ૭ વર્ષના બાળકોને મેડિકલ સારવાર માટે લઇ જવાયા હતાં. જયારે આ ઘટનામાં ત્રણ કે ચાર બાળકોના મોત થયાનું જાણવા મળેલ છે. જેમાં એક નાના બાળકને દફનાવવામાં આવેલ છે. જેમાં એક બાળકને દફનાવવામાં આવેલ જયારે બીજા બાળકના તણસવા ગામે અી સંસ્કાર કરવામાં આવેલ જયારે ત્રીજા બાળકની લાશને તેમના વતનમાં લઇ જવામાં આવેલ હતી.
આ ઘટનાની જાણ થતાં જ ધોરાજીના પ્રાંત અધિકારી જયેશ લિખીયા, મામલતદાર મહેશ ધનવાણી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, ટીડીઓ ચૌહાણ, પીઆઇ ગોહેલ, સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચી ઘટનાની માહિતી મેળવી હતી
હેલ્થ ઓફિસર ઘટનાથી અજાણ
આ ઘટના તલસવા વિસ્તારમાં બનેલ હોવાથી તેનાં બ્લોક હેલ્થ ઓફિસરના ચાર્જ જીલ ડોબરીયા પાસે છે તેને પુછતા તેઓ આ ઘટનામાં કેટલા મોત કે કેટલાને સારવાર આપી તે કાંઇ જાણકારી આપી શકયા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech