અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની ચીનની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ થઈ છે. આ સાથે, બ્લિંકને કહ્યું કે તેમના દેશે આગામી યુએસ ચૂંટણીમાં પ્રભાવ અને દખલ કરવાના ચીનના પ્રયાસોના પુરાવા જોયા છે, યારે રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગે અગાઉ આવું નહીં કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
બ્લિંકને શુક્રવારે એક ઈન્ટરવ્યુમાં પોતાની ચીનની મુલાકાત વિશે વાત કરી હતી. યુએસ સ્ટેટ સેક્રેટરીએ કહ્યું કે તેમણે ગયા વર્ષે નવેમ્બરમાં સાન ફ્રાન્સિસ્કોમાં તેમની સમિટ દરમિયાન શી જિનપિંગને રાષ્ટ્ર્રપતિ જો બિડેનના સંદેશનું પુનરાવર્તન કયુ હતું. તેમણે ૨૦૨૪ની રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં હસ્તક્ષેપ ન કરવા વિનંતી કરી હતી. આ પછી ચીને આવું નહીં કરવાનું વચન આપ્યું હતું.
એવું પૂછવામાં આવ્યું કે શું ચીને અત્યાર સુધી તેની પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કયુ છે, બ્લિંકને કહ્યું, અમે ચૂંટણીમાં પ્રભાવ અને દખલ કરવાના પ્રયાસોના પુરાવા જોયા છે અને અમે ખાતરી કરવા માંગીએ છીએ કે શકય તેટલી ઝડપથી તેનો અતં લાવવામાં આવે.
તેમણે કહ્યું, અમે અમારી ચૂંટણીમાં ચીનની દખલ જોઈ રહ્યા છીએ અને તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
બ્લિંકને જણાવ્યું હતું કે ચીનને અધતન કમ્પ્યુટિંગ ચિપ્સ મોકલવા પર પ્રતિબંધનો હેતુ ચીનની અર્થવ્યવસ્થા અથવા તકનીકી વિકાસને દબાવવાનો નથી.યુએસ સરકારે ૨૦૨૨ થી ચીનમાં કેટલીક કમ્પ્યુટિંગ ચિપ્સની નિકાસ પર પ્રતિબધં મૂકયો છે, જેનાથી એડવાન્સ્ડ માઇક્રો ડિવાઇસીસ અને ઇન્ટેલ જેવી કંપનીઓના વેચાણને અસર થશે. આ પગલાને કારણે હ્યુઆવેઇ ટેકનોલોજીસને ચિપ શિપમેન્ટ પર પ્રતિબધં મૂકવામાં આવ્યો. આ પ્રતિબંધો હોવા છતાં, યુએસએ ઇન્ટેલ અને કયુઅલકોમને હ્યુઆવેઇને ચિપ્સ વેચવાની મંજૂરી આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech