કુતિયાણા ગામે મોબાઇલ રીપેર કરવા આવેલા ગ્રાહકે જુના મોબાઇલની ચોરી કરી હતી પરંતુ સી.સી.ટી.વી.કેમેરામાં તે આબાદ કેદ થઇ ગયો હોવાથી પોલીસે તેને શોધી કાઢયો છે. રાણાવાવની મુખ્ય બજારમાં આવેલ માતિ કોમ્પ્લેકસમાં રહેતા અને કુતિયાણાના કસ્ટમચોકમાં ક્રિષ્ના મોબાઇલ નામની મોબાઇલ રીપેરીંગ અને એસેસરીઝની દુકાન ધરાવતા જશારામ ધનારામ સૈની નામના મારવાડી યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૧-૫ના તે મોબાઇલની તેની દુકાને હતા ત્યારે એક અજાણ્યો ગ્રાહક મોબાઇલ સમારકામ કરાવવા આવ્યો હતો અને સમારકામ થઇ જતા તે મોબાઇલ લઇને પરત ગયો હતો. તે દરમ્યાન જશારામે તપાસ કરતા સમારકામ માટે આવેલ એક જુનો ૫૦૦૦ ા.નો મોબાઇલ દુકાનમાંથી ચોરાઇ ગયો હતો. શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો ન હતો તેથી દુકાનના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા મોબાઇલનું સમારકામ કરાવવા આવેલ ગ્રાહક ઉઠાવી ગયો હતો તેવું સ્પષ્ટ જણાયુ હતુ તેથી કુતિયાણા પોલીસમથક ખાતે આ અજાણ્યા શખ્શ સામે મોબાઇલ ચોરીનો જશારામે ગુન્હો નોંધાવ્યો છે.
કુતિયાણા પોલીસે ગુન્હો કર્યો ડિટેકટ
કુતિયાણાના પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહવાળાને એવી બાતમી મળી હતી કે મોબાઇલ ચોરનાર ઇસમ કુતિયાણાના બાયપાસ રોડ પર દેવાંગી સર્કલ પાસેથી પસાર થવાનો છે તેથી પોલીસે ત્યાં જઇને તપાસ કરતા ખાગેશ્રીના ટીંબીનેશમાં રહેતો મેરા જોધા કોડીયાતર નામનો ૨૦ વર્ષનો યુવાન ચોેરેલા મોબાઇલ સાથે મળી આવ્યો હતો. તેથી પોલીસે તેની પૂછપરછ કરતા મોબાઇલ ચોર્યાની કબુલાત કરી હતી. ચોરીનો ગુન્હો ડિટેકટ કરવાની આ કામગીરીમાં કુતિયાણા પોલી સ્ટેશનના પી.આઇ. વી.પી. પરમાર, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ વાળા,પિયુષ ઓડેદરા, પોલીસ કોન્સ્ટેબલ અશ્ર્વિનભાઇ વ, અલ્તાબભાઇ સમા, ભરતભાઇ ગોજીયા, અક્ષયકુમાર ઝાલા, વિજયભાઇ ગાગીયા વગેરે રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMસિહોરનાં ટાણા રોડ પર આવેલી ખુલ્લી વાલકુંડીમાં નીલગાય ખાબકતા મોત
May 17, 2025 05:01 PMસિહોરમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સો ઝડપાયા
May 17, 2025 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech