ગોંડલ યાર્ડમાં આવેલા ચાઇનાનાં લસણને એફએસએલ રિપોર્ટ બાદ ગુનો નોંધાશે

  • September 12, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ માર્કેટ યાર્ડમાં પાંચ દિવસ પહેલા ચાઇનાનું પ્રતિબંધિત લસણ મળી આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી લસણનું સેમ્પલ એફએસએલ માં મોકલી આપ્યુ છે.ચાઇનાનુ લસણ ગોંડલ માર્કેટ યાર્ડ માં મળી આવ્યા ની ઘટના નાં દેશભર માં ઘેરા પ્રત્યાઘાત પડા હતા.દેશભરનાં યાર્ડમાં  વેપારીઓ  હરરાજી બધં રાખી વિરોધ દર્શાવ્યો હતો.ગોંડલ યાર્ડમાં પાંચ દિવસ પહેલા લસણની આવક સાથે .૧.૮૦ લાખની કિંમતનુ ચાઇનાનુ લસણ ઘુસી આવ્યુ હોય યાર્ડનાં કર્મચારીનું ધ્યાન જતા તેણે ચેરમેનને જાણ કરતા પ્રતિબંધિત એવા ચાઇનાનાં લસણ અંગે ભાંડાફોડ થવા પામ્યો હતો. દરમિયાન લસણ અંગે યાર્ડ ની વેપારી પેઢી અમુલ એન્ટરપ્રાઇઝ નાં પ્રફુલભાઈ ચનિયારા એ 'બી ડિવિઝન પોલીસ ને જાણ કરાતા પીઆઇ જે.પી.ગોસાઈ, રાઈટર અલ્પેશભાઈ સહિત દોડી આવી ચાઇનાનાં લસણનો જથ્થો મોકલનારા ઉપલેટાનાં અરતાફ ઉર્ફ અલ્તાફભાઇ સામે જાણવા જોગ ફરિયાદ લઇ તેની પુછપરછ કરતા લસણ મુંબઈનાં વાસી થી તેના મિત્ર અફઝલભાઇ એ મોકલાવ્યાંનું જણાવતા પોલીસે મુંબઈ તપાસ નો દૌર લંબાવ્યો છે.પોલીસ સુત્રો અનુસાર ઉપલેટા યાર્ડ માં અલ્તાફભાઇ  લસણ, જી સહિત ની જણસીઓ નો વેપાર કરેછે.ગોંડલ યાર્ડ  માં તેમની જણસીઓ વેંચાવા આવેછે.મુંબઈ નાં વાસી નાં અફઝલભાઇ પાસે થી અલગઅલગ જણસીઓ તેવો મંગાવતા હોય લસણ મંગાવ્યું હોય લસણ નાં જથ્થા માં ચાઇનાનું લસણ આવ્યાનું પુછપરછ માં અલ્તાફભાઇએ જણાવ્યું હતુ.પોલીસે ચાઇના નાં લસણ નું સેમ્પલ એફએસએલ ને મોકલી બાકીનાં જથ્થા ને સીલ કર્યુ છે.એફએસએલ પરીક્ષણ માં લસણ ચાઇના નું હોવાનું બહાર આવશે તો ગુન્હો નોંધી કાર્યવાહી કરાશે તેવું પીઆઇ ગોસાઇ એ જણાવ્યું હતુ.ચાઇના નાં લસણ પર ભારત સરકાર દ્રારા વર્ષ ૨૦૦૬ માં દેશભર માં પ્રતિબધં મુકાયો છે.આ અંગે યાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યુ કે ચાઇના નાં લસણ માં એક જાતનું ફંગસ થતુ હોય અને વાયરસ ફેલાતો હોય તેના પર પ્રતિબધં મુકાયો હતો.બીજુ દેશી લસણ થી પ્રમાણ માં સસ્તુ હોય સ્થાનિક ખેડુતો ને નુકશાન થતુ હોય તેનો વિરોધ કરાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application