માલદીવના રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મુઈઝુએ આ વર્ષે જાન્યુઆરીમાં કહ્યું હતું કે ચીને તેમને ખાતરી આપી છે કે લોનની ચુકવણીની સમયમર્યાદા લંબાવવામાં આવશે. હવે માલદીવમાં ચીનના રાજદૂત વાન લિકિસને સ્પષ્ટ્ર કહ્યું છે કે ચીનનો આમ કરવાનો કોઈ ઈરાદો નથી.આથી ભારત સાથે દુશ્મની વહોરી લીધા બાદ અને ચીનના ખોળામાં બેસી ગયા બાદ પણ માલદીવની તકલીફો ઓછી નહી થાય.
દેવાની જાળમાં ફસાયેલા માલદીવને હવે ચીને મોટો ઝટકો આપ્યો છે. ચીને સ્પષ્ટ્ર કયુ છે કે માલદીવ દ્રારા લેવામાં આવેલી લોનનું પુનર્ગઠન કરવાની તેની કોઈ યોજના નથી. આ ત્યારે થયું છે યારે માલદીવે ચીનને દેવાની કટોકટીમાંથી બહાર આવવામાં મદદ કરવાની અપીલ કરી છે. માલદીવના મીડિયા પોર્ટલ અધાધુએ માલેમાં તૈનાત ચીની રાજદૂતને ટાંકીને આ માહિતી આપી છે.ચીની દૂતાવાસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રાજદૂત વાંગ લિકિસને કહ્યું કે ચીન અને માલદીવની ટેકનિકલ ટીમો ઋણનું પુનર્ગઠન કરવાના માર્ગેા શોધી રહી છે, પરંતુ ચીન આ સમયે આવું કરવાનો ઇરાદો ધરાવતું નથી. વધુમાં જાણવા મળ્યું હતું કે અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, કારણ કે ડેટ રિસ્ટ્રકચરિંગથી માલદીવ માટે નવા પ્રોજેકટસ પૂર્ણ કરવા માટે લોન મેળવવાનું મુશ્કેલ બનશે. અગાઉ, ચીન તરફ ઝુકાવતા રાષ્ટ્ર્રપતિ અબ્દુલ્લા યામીનની સરકાર દરમિયાન, હાઉસિંગ પ્રોજેકટસ પૂર્ણ કરવા માટે ચીન સરકાર પાસેથી ઘણી લોન લેવામાં આવી હતી. આ લોનની ચુકવણી હજુ સુધી પૂર્ણ થઈ નથી.
ચીને મુઈઝુને વિશ્ર્વાસ અપાવ્યો હતો
અગાઉ, માલદીવના રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મુઈઝુએ ચીનની સરકારી મુલાકાતથી પરત ફર્યા બાદ કહ્યું હતું કે તેમને ખાતરી મળી છે કે ચીનની લોન ચૂકવવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે. માલદીવના બાહ્ય દેવાનો સૌથી મોટો હિસ્સો બેંક ઓફ ચાઈના પાસે છે, જે ચીનની ૧૦૦ ટકા સરકારી માલિકીની નિકાસ–આયાત બેંક છે. ગયા વર્ષના ત્રીજા કવાર્ટરમાં માલદીવ પાસે ૮.૧ અબજ માલદીવિયન પિયાની બેંક લોન બાકી હતી.
ભારતે માલદીવને મદદ માટે હાથ લંબાવ્યો
આ દરમિયાન ફરી એકવાર તેનો જૂનો મિત્ર ભારત માલદીવની મદદ માટે આગળ આવ્યો છે. માલદીવ સરકારની વિનંતી પર, ભારત સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ૫૦ મિલિયન ટ્રેઝરી બોન્ડની ચુકવણીને એક વર્ષ માટે મુલતવી રાખવા સંમતિ આપી હતી. માલદીવના વિદેશ મંત્રી મૂસા ઝમીરની નવી દિલ્હીની તાજેતરની મુલાકાત દરમિયાન, માલેએ ભારતને દેવાની ચુકવણી માટે રાહત આપવા વિનંતી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: સંવિધાન દીવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી - અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રા યોજાઈ
November 26, 2024 07:33 PMજામનગર: અંધાઆશ્રમ પાસે આવેલ આવાસના રહીશોએ સીએમને લખ્યો પત્ર...કારણ છે કાઇક આવું!
November 26, 2024 06:21 PMરેપર બાદશાહના ક્લબ બહાર ફેંકાયા બોમ્બ, ચંદીગઢમાં બે જગ્યાએ વિસ્ફોટ
November 26, 2024 06:01 PMકાર્તિક આર્યન પહોંચ્યો સિદ્ધિવિનાયક મંદિર, આ રીતે જીત્યા ચાહકોના દિલ
November 26, 2024 05:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech