ચીન હવે પૂર્વ લદ્દાખમાં એલએસી નજીક ફરકવાની હિમત નહી કરે

  • September 27, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીન સાથે સરહદના ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે પૂર્વી લદ્દાખમાં પેટ્રોલિંગ પોઈન્ટની સંખ્યા વધારીને ૭૨ કરી દીધી છે. પીપી–૦૪ અને પીપી–૬૫ વચ્ચે નવા પેટ્રોલિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. સુરક્ષા દળોને નવી ટેકનોલોજી, ડ્રોન અને વધુ સારા સંકલનથી સ કરવામાં આવ્યા છે.જેથી આ ટીમ સારી રીતે સુરક્ષા કરી શકે.
ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે, ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પૂર્વી લદ્દાખમાં પેટ્રોલિંગ પોઇન્ટ વધાર્યા છે. ભારતીય સુરક્ષા દળો હવે પેટ્રોલિંગ ૬૫ થી વધારીને ૭૨ પોઈન્ટ કરશે. સૂત્રોએ જણાવ્યું છે કે વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, મુશ્કેલ હવામાન અને ભૂપ્રદેશ હોવા છતાં, ભારતીય સુરક્ષા દળો આ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ સુનિશ્ચિત કરી રહ્યાં છે.


નવા પેટ્રોલિંગ વિસ્તારની ઓળખ
ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવ ઓછો થવાને પગલે પીપી–૦૪ અને પીપી–૬૫ વચ્ચે એક નવો પેટ્રોલિંગ વિસ્તાર ઓળખવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે બફર હોવાને કારણે આ નવા પેટ્રોલિંગ પોઈન્ટસ સુધી પહોંચવું મુશ્કેલ હોવા છતાં, અસરકારક પેટ્રોલિંગ સુનિશ્ચિત કરવા માટે માર્ગેા બનાવવામાં આવ્યા છે. ૨૦૧૩–૧૪ થી ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ અને સ્ટેન્ડ ઓફમાં વધારો થયો છે. ૨૦૨૦ માં લદ્દાખમાં મડાગાંઠ હિંસક અથડામણમાં પરિણમી હતી. જેમાં એક કર્નલ સહિત ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા.


સુરક્ષા દળોને મજબૂત બનાવાયા
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો નવી ટેકનોલોજી, ડ્રોન, ઈન્ફ્રાસ્ટ્રકચર, દળો વચ્ચે બહેતર સંકલન અને વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો ઉપયોગ કરીને એલએસી સાથે સરહદી ગામોના વિકાસ માટે કેન્દ્રની તાજેતરની પહેલથી સજજ છે
 

સૈન્ય સાથે આઈટીબીપી તૈનાત
ભારતીય સેના, ભારત–તિબેટીયન બોર્ડર પોલીસની સાથે, એલએસીપર તૈનાત છે. ગયા વર્ષે એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં ઉલ્લેખ હતો કે , ભારતીય દળો દ્રારા કારાકોરમ પાસથી ચુમુર સુધીના ૬૫% વિસ્તારમાં પેટ્રોલિંગ પ્રતિબંધિત અથવા મર્યાદિત છે. ૨૬ પોઈન્ટ પર 'નો પેટ્રોલિંગ' કરવામાં આવ્યું છે. જેના લીધે પીપી–૧૫ અને ૧૬ પર ગોગરા હિલ્સ અને નોર્થ કોસ્ટ, કાકજગં વિસ્તારોમાં ચરાણની જમીન ગુમાવવી પડી છે.આથી ભવિષ્યમાં એવું ન બને તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application