ચીન પોતાની અવળચંડાઈ ઓછી કરવાનું નામ જ નથી લઈ રહ્યું, હવે તેને નવો પેંતરો અખત્યાર કર્યેા છે અને ભારતને દબાવવા કંબોડિયામાં તેના યુદ્ધ જહાજો તૈનાત કરવા જઈ રહ્યું છે. તેણે આ અંગે જાહેરાત પણ કરી છે. ચીને કહ્યું છે કે તે કંબોડિયામાં રીમ નેવલ બેઝ પર બે યુદ્ધ જહાજો તૈનાત કરશે. આ માટે ચીને પોતે કંબોડિયાને વિનંતી કરી છે, જેથી અન્ય દેશો તેના પર આંગળી ન ઉઠાવી શકે.ચીનના આ પગલાથી આંદામાન પર ખતરો વધી શકે છે.
કંબોડિયાની વાત કરીએ તો તે હાલમાં ચીનના દેવા હેઠળ છે. આ જ કારણ છે કે ત્યાંની સરકાર ચીનના નિર્દેશો પર કામ કરી રહી છે. કંબોડિયન સરકારના અનુરોધમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ રીમ નેવલ બેઝ પર બે ચીની યુદ્ધ જહાજો તૈનાત કરવાની માંગ કરી છે, જે ત્યાં પણ હાજર છે. ચીનના આ પગલાથી ભારત માટેનો ખતરો વધુ વધશે. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલય દ્રારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીનના આ યુદ્ધ જહાજો શાંતિ અને સુરક્ષા જાળવી રાખશે અને બચાવ અભિયાન ચલાવવામાં કંબોડિયાને મદદ કરશે. એટલું જ નહીં, તેનો ઉદ્દેશ્ય કંબોડિયાની ક્ષમતાઓને વધુ મજબૂત કરવાનો છે.
ચીને થાઈલેન્ડની ખાડીના કિનારે સ્થિત રીમ નેવલ બેઝ ૯૯ વર્ષના લીઝ પર લીધું છે. આ બેઝને તેના યુદ્ધ જહાજો અને સબમરીન તૈનાત કરવા માટે પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. જો કે, ચીને અગાઉ કહ્યું હતું કે તે કંબોડિયા માટે તેને અપગ્રેડ કરી રહ્યું છે અને તેના પોતાના યુદ્ધ જહાજોને તૈનાત કરવાની જર નથી. કંબોડિયામાં આ રીમ નેવલ બેઝથી ચીન વિયેતનામના ઘેરાબંધી સાથે દક્ષિણ ચીન સાગરમાં પોતાની હાજરી વધુ વધારી શકે છે. એટલું જ નહીં, ચીનની નૌકાદળ મલક્કાની સ્ટ્રેટમાંથી પસાર થતા અન્ય દેશોના યુદ્ધ જહાજો પર નજર રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech