Tianlong-3 Rocket Crashes: ચીનની સ્પેસ એજન્સીને મોટો ફટકો, પરીક્ષણ દરમિયાન લોન્ચ પેડથી અલગ થયું રોકેટ

  • June 30, 2024 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનની સ્પેસ એજન્સીને મોટો ઝટકો લાગ્યો છે. પરીક્ષણ દરમિયાન લોન્ચ પેડથી રોકેટ અલગ થયું છે. મહત્વનું છે કે ટિયાનલોંગ-3 રોકેટનો પ્રથમ તબક્કો માળખાકીય નિષ્ફળતાને કારણે પરીક્ષણ દરમિયાન તેના લોન્ચ પેડથી અલગ થઈ ગયો હતો.


બેઇજિંગ તિયાનબિંગ ટેક્નોલોજી કંપનીએ રવિવારે જણાવ્યું હતું કે ટિયાનલોંગ-3 રોકેટનો પ્રથમ તબક્કો માળખાકીય નિષ્ફળતાને કારણે પરીક્ષણ દરમિયાન તેના લોન્ચ પેડથી અલગ થઈ ગયો હતો. તિયાનબિંગે કહ્યું કે રોકેટ મધ્ય ચીનના ગોંગી શહેરમાં પર્વતીય વિસ્તારમાં પડ્યું. તિયાનબિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ બાદ કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.


રોકેટ વિસ્ફોટનો વાયરલ થયો વીડિયો
સિચુઆન પ્રાંતના એક ગામ પર રોકેટનો કાટમાળ પડતો જોવા મળ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રોકેટનો એક ભાગ પહાડી નજીક પડતો જોવા મળી રહ્યો છે. આમાં લોકો ડરના માર્યા પોતાનો જીવ બચાવવા ભાગતા જોઈ શકાય છે.



બેઇજિંગ તિયાનબિંગ ટેક્નોલોજી કંપનીએ રવિવારે જણાવ્યું હતું કે ટિયાનલોંગ-3 રોકેટનો પ્રથમ તબક્કો માળખાકીય નિષ્ફળતાને કારણે પરીક્ષણ દરમિયાન તેના લોન્ચ પેડથી અલગ થઈ ગયો હતો. તિયાનબિંગે કહ્યું કે, રોકેટ મધ્ય ચીનના ગોંગી શહેરમાં પર્વતીય વિસ્તારમાં પડ્યું હતું. બેઇજિંગ તિયાનબિંગ જેને સ્પેસ પાયોનિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે એક નિવેદનમાં જણાવતા કહ્યું હતું કે પ્રાથમિક તપાસ બાદ કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ હાલ સુધી મળ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application