ચીને અણાચલ પ્રદેશ વિશે દાવો કર્યેા હતો કે તે હંમેશા તેનો હિસ્સો છે તે વખતે ભારતીય વિદેશ મંત્રાલયે આ વાતને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ચીન ગમે તેટલું જુઠ્ઠત્પં બોલે, તે અણાચલ પ્રદેશની પરિસ્થિતિમાં કોઈ બદલાવ લાવવાનું નથી. આ ભારતનો ભાગ છે અને રહેશે.ભારતે અણાચલ પ્રદેશને લઈને કડક નિવેદન આપતાં ચીન ચોંકી ગયું હતું અને હવે તેણે યુકિતનો આશરો લીધો છે. હવે તે કાગળ પર જગ્યાઓના નામ બદલવામાં વ્યસ્ત છે. તાજેતરના વિકાસમાં, બેઇજિંગે અણાચલ પ્રદેશની અંદર ૩૦ સ્થળોના નામ બદલ્યા છે. સાઉથ ચાઈના મોનિગ પોસ્ટના અહેવાલ મુજબ, ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે આ વિશે માહિતી આપી.ચીન ભારતના પૂર્વેાત્તર રાય અણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે. એટલું જ નહીં, તે તેને ઝંગનાન કહે છે અને તેને તિબેટીયન સ્વાયત્ત પ્રદેશનો ભાગ કહે છે.
ચીને આ પહેલા પણ આવી કરામત કરી છે
અણાચલ પ્રદેશને લઈને ચીનનું આ પગલું પહેલીવાર નથી. અગાઉ માર્ચમાં જ બેઇજિંગે અણાચલ પ્રદેશ અંગે દાવો કર્યેા હતો, જેને નવી દિલ્હીએ વાહિયાત અને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધો હતો. ગત સાહની શઆતમાં ચીને ફરી એકવાર પોતાના પ્રચારને પુનરોચ્ચાર કર્યેા હતો કે અણાચલ પ્રદેશ હંમેશા તેનો પ્રદેશ છે.તેના જવાબમાં, ગુવારે ભારતના વલણને પુનરાવર્તિત કરતા, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અગં છે. આ એક હકીકત છે જે ચીનના સતત દાવાઓ છતાં અપરિવર્તનશીલ છે
કયા સ્થળોનાં નામ બદલ્યાં
સાઉથ ચાઇના મોનિગ પોસ્ટ અનુસાર, ચીની નાગરિક મંત્રાલયે કહ્યું, ભૌગોલિક નામોના સંચાલન પર રાજય પરિષદની સંબંધિત જોગવાઈઓ અનુસાર, અમે ઝાંગનાન (અરૂણાચલ) માં કેટલાક ભૌગોલિક નામોને પ્રમાણિત કરવા માટે સંબંધિત વિભાગોને સહકાર આપ્યો. રિપોર્ટ અનુસાર, જે સ્થળોના નામ બદલવામાં આવ્યા છે તેમાં અણાચલ પ્રદેશના ૧૧ જિલ્લા, ૧૨ પર્વતો, એક તળાવ, એક પર્વતીય પાસ અને જમીનનો એક ભાગ સામેલ છે. આ તમામ સ્થળો તિબેટીયન લિપિમાં ચાઈનીઝ અક્ષરો અને રોમનમાં લખેલા મેન્ડરિનનો ઉપયોગ કરીને બતાવવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech