આગામી તા.૩ થી ૫ દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વેર્સ્ટન ડીસ્ટબન્સને કારણે માવઠુ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે ખેડુતોના જીવ પડીકે બંધાયા છે અને વધુ નુકશાન ન થાય તે માટે ચિંતા કરી રહ્યા છે, ગરમી શરૂ થવાથી લોકોએ હવે ધીરે-ધીરે એસી અને પંખા ઓન કર્યા છે. જામનગરમાં ગઇકાલે ફરીથી ઠંડીનો માહોલ છવાયો છે અને ટાઢોડાને કારણે તાપમાન ૧૩.૮ ડીગ્રીએ પહોંચી ગયું છે. આજે સતત ચોથા દિવસે હાઇવે ઉપર ઝાકળ પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૩.૮ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૭.૨ ડીગ્રી, હવામાં ભેજ ૮૭ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી.પ્રતિકલાક રહી હતી. ફેબ્રુઆરીના પ્રથમ વિકમાં વિર્સ્ટન ડીસ્ટબન્સના કારણે ગુજરાત ઉપર અસ્થિરતા સર્જાશે, જેના લીધે ૨ દિવસમાં ગમે ત્યારે માવઠુ થવાની શકયતા છે, ઉત્તર ભારતના પહાડી દેશોમાં મજબુત વેર્સ્ટન ડીસ્ટબન્સ પસાર થઇ રહ્યું છે, જેની અસાર ગુજરાતમાં થશે ત્યારે માવઠુ થવાની શકયતા છે.
ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શરૂ થઇ છે પણ હકીકત છે, પરંતુ ત્રણ દિવસ સુધીમાં ગમે ત્યારે માવઠુ થવાની આગાહીથી લોકો પણ ચીંતામાં મુકાયા છે, જો કે આગામી દિવસોમાં ચણા અને ઘઉંનું વિક્રમજનક ઉત્પાદન થાય તેવી પણ શકયતા છે, સાથે-સાથે જીરૂ , લસણ, ડુંગળી અને મકાઇના પાકનું પણ સારૂ એવું ઉત્પાદન થશે.
બે દિવસ ગરમીનો માહોલ રહ્યો હતો અને તાપમાન ૧૭ ડીગ્રીએ પહોંચી ગયું હતું, પરંતુ ગઇકાલ રાતથી ફરીથી ઠંડીનો ચમકારો થયો છે, જો ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડીયામાં માવઠુ થશે તો ફરીથી ઠંડીનો માહોલ જોવા મળશે.