બધા તેને જ વધુ પ્રેમ કરે છે: ૧૩ વર્ષના બાળકે ૬ વર્ષની બહેનની કરી હત્યા

  • March 03, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ૧૩ વર્ષના બાળકે ૬ વર્ષની બાળકીની હત્યા કરી દીધી. ગઈકાલે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકે હિન્દી ફિલ્મ રમન રાઘવથી પ્રેરણા લઈને આ કૃત્ય કર્યું હતું. તે એક સીરિયલ કિલરની સ્ટોરી પર આધારિત છે. પેલ્હાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે બાળકીનો મૃતદેહ સવારે લગભગ 4:30 વાગ્યે શ્રીરામ નગરની ટેકરી પર મળી આવ્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે મૃતક બાળકી કિશોરની પિતરાઈ બહેન હતી. અધિકારીએ જણાવ્યું કે પોલીસે નાલાસોપારાથી 13 વર્ષના બાળકની અટકાયત કરી છે. તેણે ઈર્ષ્યાથી બાળકીની હત્યા કરી કારણ કે તેને લાગતું હતું કે બધા તેની બહેનને વધુ લાડ કરે છે.


પોલીસે જણાવ્યું હતું કે બાળકી શનિવારે સાંજે ગુમ થઈ ગઈ હતી, ત્યારબાદ તેના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. નજીકની કંપનીના સીસીટીવી ફૂટેજમાં બાળક બાળકીને ક્યાંક લઈ જતો જોવા મળ્યો. પોલીસે જણાવ્યું હતું કે બલકે શરૂઆતમાં તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાદમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. અધિકારીએ જણાવ્યું કે કિશોરે બાળકીનું ગળું દબાવીને હત્યા કરી અને પછી તેનો ચહેરો પથ્થરથી કચડી નાખ્યો. પોલીસે બીએનએસ હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application