શહેરના અમીનમાર્ગ પર સૂર્ય પાર્કમાં અક્ષરગેરેજ વાળી શેરીમાં માતા સાથે રહેતા ૧૨ વર્ષના બાળકનું રાત્રે પેટમાં દુ:ખાવો ઉપડા બાદ બેભાન હાલતમાં શંકાસ્પદ મોત નિપજતા બનાવ નાગે માલવિયા નગર પોલીસ દોડી ગઈ હતી. બાળકનું મોત કયાં કારણોસર થયું છે એ જાણવા તબીબે વિસેરા લીધા છે.
બનવાની પ્રા વિગત મુજબ અમીન માર્ગ પર આવેલા સૂર્યપાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ભાવિકાબેન પ્રકાશભાઈ પાનસુરીયાનો ૧૨ વર્ષના પુત્ર પ્રહરને રાત્રીના બારેક વાગ્યે પેટમાં દુખાવો થતાં સારવાર માટે પ્રથમ મવડીની આસ્થા હોસ્પિટલ બાદ પરમ ત્યાંથી સિનર્જી હોસ્પિટલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી માતાનું નિવેદન નોંધ્યું હતું.
મૃતક પ્રહરના માતા ભાવિકાબેનના કહેવા મુજબ મા માવતર લોધિકાના ચાંદલી ગામે છે, પતિનું પાંચેક વર્ષ પહેલા અવસાન થતાં માવતરના ઘરે રહેટી હતી. બાદમાં મારા કામના કારણે અમીન માર્ગ પર ભાડે મકાન રાખીને રહત્પં છું, પુત્ર પ્રહર જયપુર અભ્યાસ કરે છે. ચારેક દિવસ પહેલા જયપુર હતો ત્યારે ફોન કર્યેા હતો અને પોતાની તબિયત બરાબર ન હોવાનું કહેતા હત્પં તેને તેડવા ગઈ હતી. રાજકોટ આવ્યા બાદ તેની દવા પણ લીધી હતી અને આજે સવારે મુકવા જવાનો હતો. રાત્રે સૂતો હોઈ ત્યારે પોતાને પેટમાં દુ:ખતું હોવાનું કહેતા કૌટુંબિક ભાઈને ફોન કરી મેડિકલમાંથી દવા લઇ આવવાનું કહેતા દવા પીવડાવી હતી. બાદમાં સુઈ ગયા પછી તેનો હાથ મારા ઉપર હોવાથી વજન વાળો લાગતા મેં પુત્રને તબિયત પૂછવા જગાડયો હતો પરંતુ જાગતો ન હોવાથી પરિચિતોને ફોન કરી નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાંથી સિનર્જી અને બાદમાં સિવિલ હોસ્પિટલ લાવતા તબીબે મૃત જાહેર કર્યેા હતો. સસરા પક્ષના પરિવારને ફોન કરતા કોઈનો ફોન ઉપડો ન હતો. આથી પુત્રની અંતિમવિધિ માટે ચાંદલી લઇ જતા હતા ત્યાં રસ્તામાં સાસરાપક્ષના સભ્યોનો ફોન આવ્યો હતો અને અમારે પીએમ કરાવવું છે. એટલે મૃતદેહ સિવિલ હોસ્પિટલએ લાવ્યા હતા.
સાસરાપક્ષને શંકા જતા પોલીસે વિસેરા લેવડાવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech