સૌરાષ્ટ્ર્રનીજાણીતી બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, કલેકટર પ્રભવ જોષી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહી આ સેવા કાર્યને બિરદાવ્યું હતું.
છેલ્લા ૨૧ વર્ષથી કાર્યરત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની કિડનીની તમામ બિમારી ઓની સારવાર એક છત નીચે પૂરી પાડવાની સાથે વિવિધ શૈક્ષણિક કાર્યમાટે સાં એવું નામ ધરાવે છે. સૌરાષ્ટ્ર્રના લોકોને કિડની ઉપરાંત અન્ય બીમારીઓમાં આધુનિકતમ સારવાર વ્યાજબી દરે પૂરી પાડવાની નેમ સાથે આશરે પીયા ૧૫૦ કરોડના ખર્ચે ૨૫૦ બેડની સુવિધા સાથે ૧૨ માળની હોસ્પિટલ આકાર પામી રહેલ શિતુલ મંજુ પટેલ મલ્ટી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ વિશ્વકક્ષાના અંતર માળખા સાથે આધુનિકતમ સાધનો અને નિષ્ણાતં ડોકટર્સની ટીમ ધરાવતી હશે. ૩૦ જેટલા કન્સલ્ટિંગમ ૧૨ ઓપરેશન થિયેટર અને હોસ્પિટલમાં ભવિષ્યની જરિયાતને ધ્યાનમાં રાખીને ૫ માળનું પાકિગ અને સોલાર સિસ્ટમ સાથે ગ્રીન કેમ્પસનું આયોજન કરવામાં આવેલ છે. કિડની ઉપરાંત લીવર, હૃદય, ફેફસા અને બોનમેરો જેવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની વિશિષ્ટ્ર સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. કિડની ઉપરાંત ન્યુરોલોજી, ગેસ્ટ્રોલોજી, કાર્ડિયોલોજી અને ઓન્કોલોજી,પલ્મોનોલોજી અને ક્રિટિકલ કેર વિભાગ સહિત અનેકવિધ અત્યાધુનિક ડાયોસ્ટિક સુવિધા અને લેબોરેટરીનો સમાવેશ થાય છે.
નવી મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે મુંબઈ નિવાસી ઉધોગપતિ ધીરજભાઈપટેલ દ્રારા તેમના પુત્ર શિતુલભાઈના સ્મરણાર્થે પિયા ૨૦ કરોડનું અનુદાન હોસ્પિટલના નવ નિર્માણ માટે આપવામાં આવ્યું છે, ઉપરાંત યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, સીમ્પોલો સીરામીક મોરબીના જીતેન્દ્રભાઈ અઘારા, રોલેકસ રિંગ્સના પેશભાઈ અને મનીષભાઈ મદેકા દ્રારા પાંચ પાંચ કરોડનું અને અન્ય નામી અનામી દાતાઓ દ્રારા માતબર રકમનું અનુદાન સંસ્થાને આપવામાં આવ્યું છે.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો.વિવેક જોષીએ મહેમાનોનું સ્વાગત સાથે નવી હોસ્પિટલ વિશે માહિતગાર કર્યા હતા, સંસ્થાના ચેરમેન જયંતિભાઈ ફળદુએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અને ઉપસ્થિત તમામ મહેમાનનો આભાર વ્યકત કર્યેા હતો. આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી અને ભૂતપૂર્વ ચેરમેન ડો.પ્રદીપ કણસાગરા, સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી રમેશભાઈ પટેલ તેમજ અન્ય ટ્રસ્ટીઓ સૂર્યકાંતભાઈ પટેલ, અણભાઈપટેલ, મૌલેશભાઈ ઉકાણી, નાનુભાઈ મકવાણા અને શાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો.વિશાલ ભટ્ટ, રશ્મીન ગોર અને ટીમએ જહેમત ઉઠાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech