ગુજરાત, મહારાષ્ટ્ર્ર, દિલ્હી સહિતના રાયોમાં રોકડ રકમની તફડંચી કરતી અમદાવાદની કુખ્યાત છારા ગેંગના બે શખસો રાજકોટમાં ફરી કોઈ ગુનો આચરવાની ફીરાકમાં હતા એ પુર્વે જ રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદના છારાનગરમાં રહેતા મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી ઉ.વ.૪૪ તથા ચંદ્રકાંત ઉર્ફે સોનુ જેંતીભાઈ પરમાર ઉ.વ.૪૮ને બાઈક પર દબોચી લઈ છ લાખની રોકડ રકમ કબજે લેવાઈ છે. બન્ને શખસો સાથે અન્ય બે સાગરીતો પણ ગુના આચરવા આવ્યા હતા. એ બન્નેની શોધખોળ સાથે બેલડીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આંગડીયા પેઢીઓમાંથી નાણા લઈને નીકળતા વેપારીઓ, ધંધાર્થીઓને ટાર્ગેટ કરી લાખો રૂપિયા તફડાવતી અમદાવાદની છારા ગેંગ રાજકોટમાં ફરી ઉતરી હોવાની ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી જેના આધારે ટીમે આજીડેમ ચોકડી પાસે વોચ ગોઠવી જીજે૧વીયુ ૦૬૬૦ નંબરના ટુ વ્હીલર પર નીકળેલા મનીષ ઉર્ફે મનોજ તથા ચંદ્રકાંત ઉર્ફે સોનુને ઝડપી લીધા હતા. બન્નેની તલાસી લેતાં તેના કબજામાંથી છ લાખની રોકડ મળી આવી હતી. બાઈકની ડેકી તોડવાનું ટી આકારનું સાધન હાથ લાગ્યું હતું.
આરોપીઓ ગુના આચરવા નીકળે ઓળખાય નહીં તે માટે હેલમેટ, ટોપી, મોઢા પર માસ્ક સાથે રાખતા હતા તે પણ આરોપી પાસેથી મળી આવ્યા હતા.
બન્ને શખસોએ રાજકોટમાં ગત વર્ષે લમીનગર વિસ્તારમાં એક વ્યકિતના બાઈકની ડેકી તોડીને ૧.૪૪ લાખની રકમ તફડાવી હતી. જે તે સમયે આરોપીઓને રકમ મોટી હોવાનો અંદાજ હતો પરંતુ ૧૦૦–૧૦૦ના બંડલો હોવાથી ૧.૪૪ લાખ જેવી જ રકમ નીકળી પડી હતી.
બન્ને આરોપીૈઓ સાથે ગુના આચરવામાં અમદાવાદમાં છારાનગરમાં જ રહેતા સાગરીતો પંકજ જવાહરભાઈ રાઠોડ તથા વિશાલ ગારગી પણ આવતા હતા જેથી બન્નેની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલી બેલડીની પુછતાછમાં રાજકોટ ઉપરાંત વલસાડ, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીમાં પણ ગુના આચર્યા છે અને પ્રાથમીક તબકકે સાત ગુના કબુલ્યા છે. રીમાન્ડ દરમિયાન વધુ ભેદ ખુલવાની સંભાવના છે.
ડેકી તોડવામાં માહીર છારા ગેંગના અઠગં ખેલાડી મનીષ સામે મહારાષ્ટ્ર્ર, ગુજરાત, દિલ્હી સહિતના રાયમાં ૪૧ ગુના આચર્યાની કેફીયત આપી છે. સૌથી વધુ ગુના અમદાવાદમાં આચર્યા હતા. જયારે ચંદ્રકાંત ઉર્ફે સોનુ સામે પાંચ ગુના નોંધાયા છે. છારા ગેંગની બેલડીને પકડવામાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોરની રાહબરી હેઠળ પીઆઈ એ.એન.પરમાર ટીમના કૃષ્ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, મૈસુરભાઈ કુંભારવાડીયાને મળેલી બાતમીના આધારે સ્ટાફના અન્યો પીએસઆઈ એમ.કે.મોવલીયા, વી.ડી.ડોડીયા, જલદીપસિંહ વાઘેલા, રણજીતસિંહ પઢીયાર સહિતના જોડાયા હતા.
ઝડપાયેલી બેલડીની ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ વધુ પુછતાછ હાથ ધરાઈ છે. બન્ને શખસોમાં મનીષ ઉર્ફે મનોજ મુખ્ય સુત્રધાર પુત્રને હાયર એયુકેશન અથવા ચોરી કરતો હોવાનું અને આંગડીયાની પેઢીમાંથી નીકળતા વેપારીઓના નાણાં તફડાવીને મળતી રકમમાંથી પારકે પૈસે દાન પુણ્ય પણ કરતો હતો
આંગડિયા પેઢીઓ પાસે શિકારની શોધમાં રહેતા
છારા ગેંગ જે તે શહેરમાં પહોંચતી હતી. જયાં આંગડીયા પેઢીઓ વધુ હોય તે માર્ગ પસદં કરી આંગડીયાની ઓફીસ બહાર વોચમાં બેસી રહેતા હતા. કોઈ એકલ દોકલ વ્યકિત મોટો કે વજનદાર લાગે તેવો થેલો લઈને આંગડીયામાંથી નીકળે તેનો પીછો કરતા હતા. એ વ્યકિત રસ્તામાં ઉભો રહે અથવા તો જો ઉભો ન રહે તો યેનકેન પ્રકારે ઝાળમાં ફસાવી એ વ્યકિતના વાહનની ડેકી તોડી તુરત જ અંદરથી નાણાં તફડાવીને પોબારા ભાગી જતા હતા. અત્યાર સુધીમાં છારા ગેંગે લાખો રૂપિયાની અનેક આવી ગુનાખોરી આચરી હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMBCCIની મોટી જાહેરાત, ટેસ્ટ સિરીઝના 1 દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર, આ ખેલાડીની એન્ટ્રી
November 21, 2024 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech