ચેસ માસ્ટર પ્રજ્ઞાનંદ રેપિડમાં છેલ્લા સ્થાને: ત્રણ મેચ હાર્યા, ત્રણ ડ્રો થયા

  • August 16, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સેન્ટ લુઈસ રેપિડ અને બ્લિટઝ ચેસ ટુર્નામેન્ટમાં રેપિડ કેટેગરીમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનદં છેલ્લા સ્થાને રહ્યો હતો. ઇવેન્ટના ત્રીજા અને અંતિમ દિવસ પહેલા, તે ત્રણ મેચ હારી ગયો હતો અને ત્રણ ડ્રો થયા હતા.
તે સાતમા રાઉન્ડમાં અમેરિકાના લેનિયર ડોમિંગ્યુઝ સામે હારી ગયો હતો અને અંતિમ મેચમાં તેને અમેરિકાના હિકા નાકામુરાએ પરાજય આપ્યો હતો. આઠમા રાઉન્ડમાં તેણે ફ્રાન્સની અલીરેઝા ફિરોઝા સાથે ડ્રો રમ્યો હતો. તેના કુલ ૧૮ માંથી ચાર પોઈન્ટ હતા. રશિયાના ઈયાન નેપામ્નિઆચી અને ફ્રાન્સના મેકિસમ વાચિયર લેગ્રેવ અને ફિરોઝા સંયુકત રીતે રેન્કિંગમાં ટોચ પર છે. ત્યારબાદ અમેરિકાનો લેવોન એરોનિયન એક પોઈન્ટ પાછળ હતો. હવે પ્રજ્ઞાનંદે પુનરાગમન કરવા માટે બ્લિટઝ શ્રેણીમાં ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે. તે ટૂર રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. ભારતના ડી ગુકેશ ચોથા ક્રમે છે. આ ટૂર્નામેન્ટ બાદ યોજાનાર સિંકફિલ્ડ કપમાં રમશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News