જામનગરમાં અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા વર્ષ 2024- 25 અંતર્ગત ચેસ સ્પર્ધા યોજાઈ
જામનગર તા.17 ઓગસ્ટ, રાજ્ય સરકારશ્રીના રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળ કાર્યરત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જામનગર શહેર દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI)- 2024-25 ની મહાનગરપાલિકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં કેટેગરીમાં અંડર 14, 17 અને 19 ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ હોલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જામનગર શહેર કચેરી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 157 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. જેમાં દરેક વયજૂથમાં વિજેતા થયેલા ખેલાડીઓ અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI)– 2024- 25 અંતર્ગત હવે રાજ્યકક્ષાએ ચેસ સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી બી.જે.રાવલીયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆખરે છઠ્ઠું માનવભક્ષી વરુ દેખાયું ડ્રોન કેમેરામાં, શેરડીના ખેતરમાં હતું છુપાયેલું
September 19, 2024 09:43 AMતમે નહી માનો પણ આ સાચું છે, ટૂથબ્રશથી પણ થઈ શકો છો બીમાર, જાણો ટૂથબ્રશ કેવી રીતે સાફ કરવું
September 19, 2024 09:38 AMઆ રાશિના લોકોએ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું, વ્યવસાયિક ગતિવિધિઓને વેગ મળશે
September 19, 2024 09:20 AMભારત સાથે કોઈ સીધો સંઘર્ષ નથી, તો પછી આયાતુલ્લા ખામેનેઇ મુસ્લિમોના નામે આટલું બધું કેમ બોલ્યા?
September 19, 2024 08:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech