નેપલ્સ ફૂડ્ઝમાંથી લેવાયેલા ચીઝ સેમ્પલમાં ભેળસેળ મળી; પનીરના બે સેમ્પલ લેવાયા

  • September 24, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા બિગ બજાર ચોકમાં આવેલા નેપલ્સ ફૂડસ માંથી લેવાયેલ ચીઝનું સેમ્પલ ફેઇલ ગયું છે અને તેમાં ભેળસેળ હોવાનો પદર્ફિાશ થયો છે, દરમિયાન પ્નીરમાં પણ બેફામ ભેળસેળ થતી હોવાનું અનેક વખત બહાર આવી ચૂક્યું હોય તાજેતરમાં વધુ દુકાનો માંથી પ્નીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસરાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ફૂડ બ્રાન્ચ દ્વારા નેપલ્સ ફૂડઝ, બ્લોક નં.188, પૃથ્વી એસ્ટેટ, 2-ચંદ્ર પાર્ક, બિગ બજારની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ જલ્પેનો ચીઝ લુઝનો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી વધુ આવતા તેમજ તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જંગલેશ્વર મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ નજરાના બેકરી પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ પફ બનાવવા માટેનો બટાકાનો માવો વાસી અખાદ્ય માલૂમ પડતા તેનો અંદાજિત પંચાવન કિલો જથ્થો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ફૂડ રજીસ્ટ્રેશનને બદલે લાઇસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શાસ્ત્રી મેદાન સામે હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 13 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવ્યા હતા.

આ દુકાનોમાંથી પ્નીર સહિતના સેમ્પલ લેવાયા

1) પ્નીર (લુઝ): સ્થળ- સમૃદ્ધ ડેરી ફાર્મ, પંચવટી મેઇન રોડ, લક્ષ્મીનગર ચોક, રાજકોટ.
(2) થાબડી (લુઝ): સ્થળ- શ્યામ ડેરી ફાર્મ, બાલાજી હોલ પાસે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ.
(3) કેસર પેંડા (લુઝ): સ્થળ- જી.જી.એમ. સ્વીટ્સ  નમકીન, મંગલમ પાર્ક મેઇન રોડ, મવડી, રાજકોટ.
(4) પ્નીર (લુઝ): સ્થળ- રાધેક્રિષ્ના ડેરી ફાર્મ, સોરઠિયા પરિવાર વાડી પાસે, મવડી, રાજકોટ.
(5) કોપરા-બરફી ના લાડુ (લુઝ): સ્થળ- ગોકુલ ડેરી ફાર્મ, નંદનવન 2, કૈલાશ પાર્ક-1, મવડી, રાજકોટ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application