મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.એસ.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સૌમ્યાના મોનીટરીંગમાં જોડિયા તાલુકાના ભાદરા ગામ અને ભાદરા પાટીયા વિસ્તારમાં આવેલી ચા અને પાનની દુકાનોમાં સીઓટીપીએ-૨૦૦૩ અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું .
જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અંગે ૫ કેસ, તેમજ કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા, આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ મુજબ ૯ કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની નજીકના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ કુલ ૧૫ કેસ દાખલ થયા હતાં.
આ સમગ્ર કામગીરી દરમિયાન રૂ. ૨૫૦૦ જેટલો દંડ એકત્ર કરાયો હતો. આ કામગીરીમાં તાલુકા સુપર વાઈઝર બી.કે. ગોધાણી, જિલ્લા કાઉન્સેલર નઝમાબેન હાલા, એમ.પી.એસ. સુધીર રાઠોડ, એમ.પી.ડબલ્યુ પી.બી.બારડ, એમ.બી.રાઠોડ, આર.જે.પરમાર તેમજ જોડિયા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હેડ કોન્સટેબલ નિલેશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ: નખત્રાણામાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ, એક આરોપીની ધરપકડ
December 21, 2024 08:58 PMઓસ્ટ્રેલિયાની લેબમાંથી વાઈરસના 323 સેમ્પલ ગાયબ, કોરોના કરતા 100 ગણા વધુ ખતરનાક
December 21, 2024 08:56 PMપંજાબના મોહાલીમાં 6 માળની ઇમારત ધરાશાયી, કાટમાળ નીચે ઘણા લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ
December 21, 2024 08:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech