એઇમ્સમાં નોકરીના બહાને ૧૦ સાથે છેતરપિંડી

  • May 31, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં જામનગર રોડ પર આવેલી એઇમ્સ હોસ્પિટલમાં નસિગ સ્ટાફમાં નોકરી અપાવવાના બહાને સાડા પાંચ લઈ લીધા બાદ નોકરીના ખોટા ઓર્ડરો આપી દીધા હતા જે કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ અંગે મૂળ કોડીનારના રોણાજ ગામના વતની અને હાલ રાજકોટમાં રેલનગર વિસ્તાર પાસે રહેતા યુવાનની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ડો. જતન ધોળકિયા નામના શખસ સામે ગુનો નોંધ્યો છે. આ શખસે યુવાન અને તેના નવ મિત્રો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી હતી એટલું જ નહીં પોતે ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી હોવાની ઓળખ આપી અને તેના સહી સિક્કાવાળા ઓર્ડરો પણ મોકલ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મૂળ કોડીનારના રોણાજ ગામના વતની અને હાલ રાજકોટમાં રેલ નગર ફાયર સ્ટેશનની બાજુમાં ખુદીરામ બોઝ ટાઉનશિપમાં રહેતા હરેશ બાલુભાઈ સવનીયા(ઉ.વ ૨૮) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ડો.જતન ધોળકિયાનું નામ આપ્યું છે.

યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં સ્ટલગ હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષથી નસિગમાં નોકરી કરે છે.ગત તારીખ ૫૧૨૨૦૨૨ ના સવારના ૯:૩૦ વાગ્યે આસપાસ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ડોકટર વિશ્વાસ પટેલ નામના એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો અને મેસેજમાં કહ્યું હતું કે તમે નસિગ સ્ટાફ છો જેથી યુવાને હા કહી હતી બાદમાં કહ્યું હતું કે એમ હોસ્પિટલ રાજકોટ ખાતે નસિગ સ્ટાફ માટે કુલ ૧૦ જગ્યા ખાલી છે અને આ ૧૦ જગ્યા બ્લેક જોઈનિંગ થી ભરવાની છે તમારે બ્લેક જોઇનિંગથી નસિગ માં નોકરી લેવી હોય તો હત્પં તમને ગાંધીનગરના ડોકટર જતન ધોળકિયા સાથે વાત કરી લેજો ત્યારબાદ તે દિવસે સાંજના છેક વાગ્યે આસપાસ યુવાને આ શખસે આપેલા મોબાઈલ નંબર પરથી ડોકટર જતન ધોળકિયા સાથે ફોન પર વાત કરી હતી.

આ જતન ધોળકિયાએ કહ્યું હતું કે, હત્પં ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોલું છું અને તમારે રાજકોટ એઇમ્સમાં બ્લેક જોઈનિંગથી નસિગમાં નોકરી મેળવવી હોય તો .૨, ૦૦,૦૦૦ છે જેમાં તમારે પ્રથમ પિયા ૫૫,૦૦૦ બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર કરવાના થશે અને બાકીના ૧.૪૫ લાખ નોકરી મળી ગયા બાદ આપવાના થશે અને તમારા ડોકયુમેન્ટ મારા વોટસએપ માં મોકલી આપો. હત્પં તમારો ઓર્ડર કાલ સુધીમાં કરાવી આપીશ તેવી વાત કરી હતી

ત્યારબાદ ગત તારીખ ૬૧૨ ૨૦૨૨ ના ડો. જતન ધોળકિયાએ ફોન કરી પિયા ૫૫૦૦૦ ટ્રાન્સફર કરી આપવાનું કહેતા યુવાને આ રકમ ટ્રાન્સફર કરી આપી હતી. ત્યારબાદ નિશાનના પાંચેક વાગ્યે ઈમેલ પર એઇમ્સમાં હોસ્પિટલમાં નસિગ માં નોકરી કન્ફર્મેશનના ઓર્ડરની પીડીએફ મોકલી હતી જેમાં યુવાનનું નામ અને નોકરીનું સ્થળ તથા આરોગ્ય અધિકારી ગાંધીનગરની સહી વાળો લેટર હતો.

ત્યારબાદ ડોકટર જતન ધોળકિયાએ કહ્યું હતું કે, તમારી નોકરીનું કન્ફર્મેશન થઈ ગયું છે નોકરીનો જોઇનિંગ લેટર એક મહિનામાં આવી જશે તેમ વાત કરી હતી અને આ જોઇનિંગ લેટર ૧૭ ૧૨૦૨૩ ના ઈમેલ પર મોકલ્યો હતો. જેમાં નોકરી પર હાજર થવાની તારીખ ૨૪૨૨૦૨૩ હતી આ ઓર્ડરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સચિવાલય ગાંધીનગરના સહી સિક્કા વાળો ઓર્ડર હતો.ત્યારબાદ ડોકટર જતન ધોળકિયાએ ફોન કરીને જણાવ્યું હતું કે એઇમ્સ હોસ્પિટલમાં કુલ ૯ જગ્યા ખાલી છે અને તમારા મિત્રોમાં કોઈને નોકરી મેળવી હોય તો બ્લેક જોઈનિંગથી થઈ જશે આમ કહેતા યુવાને તેના મિત્ર ફયાઝ અહમદ મુનશી, મનદીપ ભગવાનજીભાઈ મહેતા, જખનાબેન ગોંડલીયા, અમીબેન હિતેશભાઈ કાલોલીયા, વિશાલ મકવાણા, ઈર્શાદ કાદરી, મોહસીન કાદરી, મુસ્કાન હનીફભાઈ મિર્ઝા અને અહેમદરજા પઠાણને રાજકોટમાં બ્લેક જોઈનિંગથી નોકરી માટે વાત કરી હતી અને ડોકટર જતન ધોળકિયાના મોબાઈલ નંબર આપ્યા હતા ડોકટર જતન ધોળકિયાએ યુવાનના આ મિત્રો પાસેથી પિયા ૫૫૦૦૦ મેળવી લીધા હતા.

ત્યારબાદ યુવાને તથા તેના મિત્રોએ એક મહિના પછી ડોકટર જતન ધોળકિયા અને નોકરીમાં જોઇનિંગ માટેનો ફોન કરતા અલગ અલગ બહાના બતાવતા હતા અને ત્યારબાદ તેને મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો અને તેનો સંપર્ક પણ થયો ન હતો. ત્યારબાદ યુવાને જાણવા મળ્યું હતું કે ડોકટર વિશ્વાસ પટેલ અને ડોકટર જતન ધોળકિયા એક જ વ્યકિત છે જેથી યુવાન તથા તેના મિત્રો સાથે નોકરીના બહાને છેતરપિંડી થઈ હોવાનું માનવું પડતાં કુલ પિયા ૫.૫૦ લાખની છેતરપિંડી થયા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઇ વી એચ પરમાર ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News