પર્યટક, ધાર્મિક સ્થળોએ હોટલ બુકીંગના નામે ચિટીંગ કરનાર પકડાયો

  • January 08, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનથી દ્વારકા સાયબર ક્રાઇમે મુખ્ય સુત્રધારને દબોચી લીધો

ભારતના વિવિધ પયર્ટન ધાર્મિક સ્થાનોની હોટલ-રિસોર્ટને ટાર્ગેટ કરી બુકીંગના નામે પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધારને રાજસ્થાનથી દ્વારકા સાયબર ક્રાઇમ પકડી લાવી છે.
આજના આધુનીક ઇન્ટરનેટના યુગમાં હોટલો/આશ્રય સ્થાનો દ્વારા અવાર નવાર ભાવીકોને સગવડતા મળી રહે માટે ઓનલાઇન બુકીંગ વેબસાઇટ/ગુગલ એડસ મુકવામાં આવે છે જેના પર રોકાણ માટે ઓનલાઇન એડવાન્સ બુકીંગ કરી શકાય છે જેનો લાભ લઇ કેટલાક તકસાધુ લોકો હોટલની વેબસાઇટ જેવી જ બનાવટી / ફેક વેબસાઇટ બનાવી હોટલ બુકીંગ ફ્રોડ કરતા હોય છે જેના કારણે દર્શનાર્થે આવતા ભાવીકોને હાલાકી ભોગવવી પડતી હોવાની માહિતી મળતા પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવએ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા મદદનીશ પોલીસ અધિક્ષક રાઘવ જૈનએ ખુબજ ગંભીરતાથી લઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેને હોટલ બુકીંગ ફ્રોડના બનાવોને ત્વરીતે ગુના શોધી કાઢવા સુચના માર્ગદર્શન આપેલ.
જે બાબતે દ્વારકા પોલીસ સ્ટે ગુનો દાખલ કરી ગુનાના મુળ સુધી પહોચી ગુનાના આખા નેટવર્કનો પર્દાફાસ કરી મુખ્ય સુત્રધારને ધરપકડ કરવા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશના પીઆઇ એ.વાય. બલોચને જ‚રી સુચના માર્ગદર્શન આપી ટીમ સાથે તુરંત રવાના કરી ટીમનુ સતત મોનીટરીંગ રાખી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેની ટીમ દ્વારા સૌપ્રથમ લખનઉ ઉત્તરપ્રદેશથી ફેક વેબસાઇટ બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવેલ ત્યારબાદ ગુનાઓમાં વપરાતા સીમકાર્ડ વડોદરા ખાતેથી એકટી જતા હોવાની માહીતી મળતા વડોદરા ખાતેથી ગેરકાયદે પ્રિ-એકટીવ સીમકાર્ડ વિક્રેતાઓની ધરપકડ કરી ગુનાના મુળ સુધી પહોચવા માટે મુખ્ય સીમકાર્ડ વિક્રેતાને સાથે રાખી રાજસ્થાન ખાતે તપાસ કરતા મુખ્ય સુત્રધારને પકડી લાવવામાં સફળતા મળી હતી.રાજસ્થાનના ઘોઘર ગામના સંજી હનીફ મેવની ધરપકડ કરી હતી, સાયબર પોલીસે દ્વારકાના ૪, અંબાજી, ધોળકા, આણંદાના ૧-૧ ગુના શોધી કાઢેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News