આવતીકાલથી ગીરી તળેટીમાં ગુંજશે હર હર મહાદેવનો નાદ, સંતો મહંતો ,અધિકારી, પદાધિકારીઓ, સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે ચાર દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારભં થશે. આ તકે સમગ્ર પરિસર હર હર મહાદેવ જય ભવનાથ જય ગિરનારી ના નાદ થી ગુંજી ઉઠશે. સાધુ સંતોએ ધુણા ધખાવી સ્થાન ગ્રહણ કયુ તો અન્ન ક્ષેત્રો દ્રારા ભાવિકોને હરિહર કરાવશે. તળેટી વિસ્તારના ભવનાથ સહિતના મંદિરોને રોશનીથી શણગાર કરાયા છે.
ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રી મેળાનો આવતીકાલે મહાવદ નોમ થી વિધિવત પ્રારભં થશે આવતીકાલે ભવનાથ મંદિર ખાતે ભવનાથ મંદિરના મહતં હરીગીરી મહારાજ, શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેશ ગીરીબાપુ, મહાદેવ ગીરીબાપુ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેકટર અનિલ રાણાવસિયા, કમિશનર ડો.ઓમ પ્રકાશ, ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા, સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરે શાક્રોકત વિધિ સાથે સવારે શુભ મુહર્તે ધ્વજા રોહણ સાથે મેળાનો પ્રારભં થશે. ભવનાથ મહાદેવને ધજા ચડાવ્યા બાદ તળેટી વિસ્તારમાં આવેલ અન્ય અખાડાઓ તથા મંદિરોમાં પણ ધર્મની ધજા ફરકશે. મેળા પૂર્વે જ તળેટી વિસ્તારમાં મેળાના મુખ્ય આકર્ષણ એવા નાગા સાધુઓનું આગમન થઈ ગયું છે અને ધુણા ચેતનવંતા બનાવ્યા છે.મહાશિવરાત્રી સુધી વિવિધ સ્થળોએ આવેલા સાધુઓ જપ તપ કરશે અને વિવિધ અવસ્થામાં લોકોને દર્શન આપશે. મેળા પૂર્વે જિલ્લ ા કલેકટર અનિલ રાણા વસ્યા, કમિશનર ડો ઓમ પ્રકાશ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ઝાફડા, સહિતનાઓએ ભવનાથ તળેટી ભવનાથ મંદિર તથા મૃગીકુંડ સહિતનાઓનું નિરીક્ષણ કયુ હતું અને તૈયારી અંગે માહિતી પ્રા કરી હતી.
ભજન ભોજન ઉપરાંત મેળામાં આવતા લાખો લોકોને અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળો દ્રારા નિશુલ્ક ભોજન પણ પીરસવામાં આવે છે ત્યારે આવતીકાલે મેળાના વિધિવત પ્રારભં બાદ તળેટી વિસ્તારમાં ૨૫૦ જેટલા અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળો લોકોને ભાવતા ભોજન પીરસી આવકારશે. સવારથી ચા પાણી નાસ્તા ઉપરાંત દિવસ રાત વિવિધ પ્રકારના ભોજન દ્રારા તળેટી વિસ્તારમાં હરીહરનો નાદ ગુંજી ઉઠશે.આવતીકાલ રાતથી તળેટી વિસ્તારમાં વિવિધ સ્થળોએ નામાંકિત કલાકારો દ્રારા ભજન, દુહા, છદં , ડાયરા સંતવાણી,ગીતોની રમઝટ બોલાવશે. જુનાગઢ વહીવટી તત્રં દ્રારા પણ શિવરાત્રી મેળા મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મહાશિવરાત્રી મેળા દરમિયાન ઈમરજન્સી સેવા માટે પાંચ એસટી બસ જિલ્લ ા પંચાયત ગેસ્ટ હાઉસ ખાતે રાખવામાં આવશે.મહાશિવરાત્રી મેળામાં ઇમર્જન્સીના બનાવ બને તો પોલીસને મદદરૂપ થવા માટે ભવનાથ તળેટીમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ખાતે પાંચ એસટી બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે
તળેટીમાં ૯ રૂટ ઉપર ૨૦૦ કર્મચારી સફાઈ અભિયાન કરશે
ભવનાથ ક્ષેત્રની સફાઈ તથા ડ્રેનેજની કામગીરી અર્થે રાઉન્ડ ઘ કલોક ૨૦૦ કર્મચારી સફાઈ કામદાર જોડાઈ ત્રણ સિટમાં કામગીરી કરશે. મહાનગરપાલિકા, જૂનાગઢ હસ્તકના નિયત થયેલ ૯ સફાઈ રૂટમા ઈન્દ્રભારતી દરવાજાથી પાયતન દરવાજા,પાયતન દરવાજાથી નવા ભવનાથ,રીંગરોડની બન્ને સાઈડ તેમા આવતા ગ્રાઉન્ડ, લંબે હનુમાનજી મંદિર સામેનો રોડ તથા રબારી નેશ, પ્રેરણાધામથી અખાડા સુધી, ભારતીબાપુ આશ્રમ વાળુ ગ્રાઉન્ડ અને બન્ને તરફના મેઈન રોડની સાઈડ, જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ, અિ અખાડા સામેનું ગ્રાઉન્ડ તથા પ્રકૃતીધામ પાસેના રોડમા સફાઈ અભિયાન હાથ ધરાશે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં કાર્યરત અન્નક્ષેત્ર તથા અન્ય વિસ્તારમાંથી ર–ટ્રેકટર તેમજ ૧૦–ટીપરવાન મારફત દિવસમાં ત્રણ વખત કચરો એકત્રીત કરી યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરાશે. આ ઉપરાંત ૨૦૦ લિટર ક્ષમતાની ૭૦ કચરા ટોપલી ભવનાથ વિસ્તારમાં અલગ અલગ સ્થળે રાખવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાં ૧૦ સ્થળે મોબાઈલ ટોયલેટ વાન મૂકવામાં આવશે. દશ જાહેર શૌચાલય શરૂ કારવામાં આવશે.
વિવિધ મેળાની આગવી પરંપરા
તરણેતરનો મેળો યુવાનોનો મેળો છે આ મેળો જીવનસાથીની પસંદગીનો મેળો છે. યારે માધવપુર નો મેળો લગ્રંથિથી જોડાયા બાદ નવદંપતીઓને રાધાકૃષ્ણ જેવું જીવન જીવવાના સંકલ્પની યાદ અપાવે છે અને ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો જીવનની આથમતી સંધ્યાએ જીવ અને શિવની ઉપાસના કરવાની શુભ ભાવના સાથે જોડાયેલો છે.
ભવનાથ મહાદેવનો પૂર્વ ઇતિહાસ
ઋગ્વેદમાં ઉલ્લ ેખ છે કે ભગવાન મહાદેવ યોતિલિગ સ્વપે પ્રગટ થયા છે ભવનાથ મહાદેવનું મંદિર શિવ સંપ્રદાયનું અતિ પ્રાચીન મંદિર ગણાય છે. મહાદેવના લિંગના બારીકાઈ થી દર્શન કરતા લિંગ ઉપર દ્રાક્ષના પારા ઉપસેલા ધાણા જેવા અસંખ્ય દાણાઓ જોવા મળે છે અને આ દાણાઓથી અસંખ્ય કોતર્યા હોય તેવું જાણવા મળેલ છે આખું જગત જેનાથી સર્જાય છે માટે તે બહત્પ એટલે કે સંસારના સર્જક ભવનાથ કહેવાય છે. ભવનાથ મહાદેવની કૃપાથી માનવી જ નહીં પરંતુ મગર ,સર્પ, પારધી, સિંહ વગેરે અનેક પ્રાણીઓ પોતાના અનેક જનમના પાપો માંથી ભવનાથ મહાદેવના સ્મરણથી શિવરાત્રીએ છૂટે છે. મનપા દ્રારા બે યાત્રી માહિતી કેન્દ્રો રખાશે
તળેટીમાં લાખો ભાવિકો પહોંચતા હોય જેથી વિવિધ અંગેની માહિતી આપવા તથા વિખુટા પડવાના બનાવમાં મનપા દ્રારા ભવનાથ મંદિર પાસે અને ઝોનલ ઓફિસ પાસે મહાપાલિકા દ્રારા પ્રવાસી માહિતી કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે.
નાગાબાવાની રવાડી અને મૃગી કુંડમાં શાહીસ્નાન
ભવનાથ મહાદેવના સાનિધ્યમાં સૈકાઓથી આ મેળો યોજાય છે આ મહાશિવરાત્રીનો મેળો કયારથી શ થયો તેનો કોઈ ચોક્કસ આધાર પુરાવો મળતો નથી મહાશિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ નાગાબાવાની જમાત અને સરઘસનું છે. આ સરઘસમાં સૌથી આગળ ગુદત્તાત્રેયની પાલખી હોય છે આ પછી ગણપતિજીની પાલખી, અિ અખાળા ની પાલખી તથા અન્ય અખાડાઓની પાલખી પાછળ નાગાબાવાઓ ચાલીને નીકળે છે અને સરઘસ આકારે ભવનાથના મેળામાં ફરે છે. મેળામાં હાજર રહેલા લાખો લોકો આ ભવ્ય સરઘસ સાધુ–સંતોના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સરઘસ તેના નિશ્ચિત સ્થાનેથી નીકળી તળેટી વિસ્તારમાં ફરી યોગી કુંડ તરફ મધ રાત્રે પહોંચે છે અને હર હર ભોલે હર હર મહાદેવના ગગન ચૂંબી નાદો ગજવતા અને વિવિધ અગં કસરતના હેરત ભર્યા પ્રયોગો નાગા સાધુ સંતો કરે છે. આ સરઘસ જોવા માટે મુખ્ય રસ્તાની બંને બાજુએ ભાવિકો સાંજથી જ ગોઠવાઈ જાય છે અને સરઘસ પે નાગા સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને બીકુળ તરફ આગળ વધે છે ભવનાથ મહાદેવ મંદિરમાં ભોળાનાથ શિવજીની મધરાત્રિએ પૂજા કરી નાગાબાવાઓ મૃગીકુંડમાં સ્નાન કરે છે. એવી પણ અલૌકિક માન્યતા પ્રવર્તે છે કે મૃગીકુંડમાં ખુદ ભગવાન શંકર અલૌકિક રૂપે સ્નાન કરવા આવે છે અને પ્રથમ સ્નાન શિવજી કરે છે. કોઈ અવલોકિક આત્મા જ શિવજીના દર્શન કરી શકે છે. મૃગી કુંડમાં સ્નાન કરી ડૂબકી લગાવતા સંતો કયાં અલગ થઈ જાય છે તેનું રહસ્ય આજ દિન સુધી કોઈ મેળવી શકયું નથી અને મેળવી શકશે પણ નહીં તેવો ભાવિકોમાં અતૂટ વિશ્વાસ છે. નાગાબાવા ઓર સાધુ સંતો શિવરાત્રી ની રાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરે છે અને આરતી બાદ મેળાની વિધિવત પૂર્ણાહુતિ થાય છે.
મજેવડી દરવાજેથી ભરડાવાવ નો પાકિગ ઝોન
ભવનાથ તળેટી જવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે તત્રં દ્રારા મજેવડી દરવાજાથી ભરડા વાવ સુધીના રસ્તા પર વાહન પાકિગ કરવા મનાય ફરમાવવામાં આવી છે અને નો પાકિગ ઝોન બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત તળેટી વિસ્તારમાં એસટી બસ અને રીક્ષા તથા પાસધારકો પોતાના વાહનો લઇ જઈ શકશે યારે તળેટી વિસ્તારમાં બળદગાડી અને ઉટગાડી લઈ જવા પર પ્રતિબધં છે યારે મજેવડી દરવાજા થી ભરડાવાવ તરફ જતા રસ્તે ખાનગી વાહનો માટે વિવિધ સ્થળોએ પાકિગ પોઇન્ટ પણ રાખવામાં આવ્યા છે.
સાત સ્થળોએ ૧૦૮ ખડે પગે રહેશે
મહાશિવરાત્રી મેળા દરમિયાન તળેટી વિસ્તારમાં ઇમર્જન્સી કે અકસ્મિક બનાવો બને તો તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા માટે ઈમરજન્સી ૧૦૮ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. અશોક શિલાલેખ, પાજનાકા પુલ, દામોદર કુંડ, જિલ્લ ા પંચાયત ગેસ્ટ હાઉસ, વડલી ચોક, સુદર્શન તળાવ ઉદાસીન અખાડા અને પુનિત આશ્રમ દવાખાના મળી કુલ સાત એમ્બ્યુલન્સ ને રાખવામાં આવશે.
ચાર સ્થળોએ ક્રેઇન
મહાશિવરાત્રી મેળા દરમિયાન ટ્રાફિકને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે પાકિગ સ્થળ, અશોક શિલાલેખ સામે, ભરડા વાવ પાસે અને મજેવડી દરવાજા પાસે એમ કુલ ચાર સ્થળોએ ક્રેઇન રાખવામાં આવશે.
૫ હજાર લીટરની ૫૦ પાણીની ટાંકી
મહાશિવરાત્રી મેળા દરમિયાન હાલ ગરમી નો પ્રારભં થયો છે. ભવનાથ તળેટીમાં પ્લાસ્ટિક પ્રતિબધં હોવાથી પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તત્રં દ્રારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠા બોર્ડના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વોટર વર્કસ ઇજનેરી ટીમે તળેટી વિસ્તારમાં ૫ હજાર લિટરની ૫૦ પાણીની ટાંકી અલગ અલગ પોઇન્ટ પર રાખવામાં આવી છે. અને આશ્રમો તથા અન્ન ક્ષેત્રોમાં કલોરીનેશનની પણ કાર્યવાહી કરવામાં આવશે.
સાત સ્થળોએ વોચ ટાવર ઉભા કરાયા
પોલીસ વિભાગ દ્રારા લાખો ભાવિકોના આગમન ને લઈ કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સાત સ્થળોએ વોચ ટાવર રાખવામાં આવ્યા છે ત્યાં દૂરબીન અને વોકીટોકી થી સજજ પોલીસ જવાન ખડે પગે રહેશે. ભરડાવાવ ત્રણ રસ્તા, જિલ્લ ા પંચાયત ગેસ્ટ હાઉસ, આનદં આશ્રમ ત્રણ રસ્તા, ભારતી આશ્રમ ચકડોળ ગ્રાઉન્ડ પાસે, વડલી ચોક,મંગલનાથ બાપુ ની જગ્યા પાસે અને રીંગરોડ સર્જનાદ બાપુના આશ્રમ પાસે સાત વોચ ટાવર રાખવામાં આવ્યા છે.
ભવનાથ નાકોડા ખાતે ઇન્ટેન્સિવ કેર યુનિટ અપગ્રેડ કરાયું
સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર વિભાગમાં ડોકટર્સની સંખ્યા વધારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્રારા ભવનાથ સ્થિત નાકોડા ખાતે એક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઊભું કરાયું છે. જેને મેળા સબબ અપગ્રેડ કરવામાં આવ્યું છે. મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે મેળા સંદર્ભે જણાવ્યું હતું કે,ભવનાથ ખાતે આવેલ નાકોડામાં એક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઊભુ કરી તેમાં જરી દવાઓ ઉપરાંત ઓકિસજન સાથે ઇન્ટેન્સિવ કેર પ્રકારની તમામ વ્યવસ્થા અને ૨૪ કલાક એમ્બ્યુલન્સ તથા ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, નસિગ સ્ટાફ સહિત આરોગ્ય કર્મચારીઓ શિટ પ્રમાણે ૨૪ કલાક ફરજ બજાવશે. આ ઉપરાંત મેળાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ ખાતે તત્કાલીક સારવાર વિભાગમાં ડોકટર્સની સંખ્યા શિટ પ્રમાણે વધારવામાં આવી છે.એનેસ્થેટિક ડોકટર્સ, ઓર્થેાપેડિક સર્જન, જનરલ સર્જન, ફિઝિશિયન અને મેડિકલ ઓફિસર સાથેની ટીમ બનાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસે સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે બાઈક અથડાતા સર્જાયો અકસ્માત
February 21, 2025 07:07 PMરાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડ: આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
February 21, 2025 06:41 PMમહારાષ્ટ્રમાં ધોરણ 10નું મરાઠી પેપર લીક: શિક્ષણ પ્રણાલી પર સવાલ
February 21, 2025 06:39 PMટ્રમ્પના 30 દિવસ: વિશ્વભરમાં ખળભળાટ, ભારતીયો પર પણ અસર, 16 નિર્ણયોથી વિશ્વભરમાં ચિંતા
February 21, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech