વનવિભાગ દ્વારા તાજેતરમાં લાગૂ કરવામાં આવતા ગતિ નિયંત્રણ ને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડે મહુવા-સુરત અને સુરત મહુવા ગાડીઓ સુપરફાસ્ટને બદલે એક્સપ્રેસ તરીકે દોડાવવા અને તેના નંબર અને સમયમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે, જેના કારણે આંશિક રીતે ગાડીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ અંગે ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા ગાડી નંબર ૨૦૯૫૬ મહુવા-સુરત સુપરફાસ્ટ હવે ૨૫ ઓગસ્ટ થી ગાડી નંબર ૧૯૨૫૬ મહુવા-સુરત એક્સપ્રેસ તરીકે ઓળખાશે. આ ગાડી મહુવા સ્ટેશનથી ૧ કલાક ૨૦ મિનિટ વહેલી એટલે કે ૧૯:૧ કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે ૧૭:૫૫ કલાકે ઉપડશે. ઢસા અને સુરત વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ગાડીનો આગમન-પ્રસ્થાનનો સમય અનુક્રમે રાજુલા સ્ટેશન પર ૧૮:૩૫/૧૮૩૭ કલાક, સાવરકુંડલા સ્ટેશન પર ૧૯:૪૪/૧૯:૪૫ કલાક, લીલીયા મોટા સ્ટેશન પર ૨૦:૨૨/૨૦૨૩ કલાક અને દામનગર સ્ટેશન પર ૨૧:૦૦/૨૧:૦૧ કલાકનો રહેશે. ગાડી નંબર ૨૦૯૫૫ સુરત મહુવા સુપરફાસ્ટ હવે ૨ મી ઓગસ્ટ થી ગાડી નંબર ૧૯૨૫૫ સુરત મહુવા એક્સપ્રેસ તરીકે ઓળખાશે. સુરત અને દામનગર વચ્ચેની આ ગાડીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, માત્ર લીલીયા મોટા અને મહુવા વચ્ચેના સ્ટેશનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ગાડીનો આગમન-પ્રસ્થાનનો સમય અનુક્રમે લીલીયા મોટા સ્ટેશન પર ૦૭:૨૫/૭:૨૬ કલાક, સાવરકુંડલા સ્ટેશન પર ૦૮:૧૦/૦૮:૧૧ કલાક અને રાજુલા સ્ટેશન પર ૦૮:૫૫/૦૮:૫૬ કલાકનો રહેશે. આ ગાડી તેના વર્તમાન નિર્ધારિત સમય સવારે ૦૯:૧૦ ના બદલે ૫૫ મિનિટ મોડી એટલે કે સવારે ૧૦:૦૫ કલાકે મહુવા સ્ટેશન પહોંચશે. આ ગાડીના સ્ટોપેજ, કમ્પોઝિશન અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ ૂૂૂ. યક્ષિીશિુ .શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પરથી મેળવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech