રાજકોટ મહાપાલિકા તત્રં દ્રારા શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન મામલે આડેધડ મિલકતો સીલ કરી વેપારીઓ અને ઉધોગપતિઓની કનડગત કરવામાં આવી રહી હોય આ મામલે વિરોધ કરવા અંતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ટીમ મેદાને ઉતરી છે અને વેપારીઓને આજે સફેદ વક્રોમાં સ થઇને સવારે ૧૧ કલાકે વિશાળ સંખ્યામાં મ્યુનિ.કમિશનર ચેમ્બરમાં ઉમટી પડવા આહવાન કરાયું છે.વિશેષમાં રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ મહાપાલિકા દ્રારા શહેરમાં તમામ જગ્યાએ ફાયર એનઓસી તથા બીયુ પરમિશન મામલે આડેધડ સીલ કરવામાં આવી રહયા છે તેમજ વેપાર–ઉધોગકારોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહયા છે ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્રારા વિવિધ એસોસીએશનોના પ્રતિનિધિઓ સાથે ગત સાંજે છ કલાકે એક મિટીંગ યોજવામાં આવી હતી જેમાં ૨૦૦થી વધુ એસોસીએશનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગ દરમ્યાન ફાયર એનઓસી તથા બીયુ પરમિશનને કારણે જે સીલ મારવામાં આવી રહયા છે તે તાત્કાલિક ખોલી આપવા તેમજ આ માટે પુરતો સમય આપી પ્રક્રિયાને સરળ કરવી. આ કાર્યવાહીમાં સાચો દંડાઈ નહી અને ખોટો રહી ન જાય તે ધ્યાને લેવું જોઈએ તે મુદ્દે રજુઆત કરવા ચર્ચા થઇ હતી તેમજ મિટીંગમાં સૌનો એવો સુર રહયો છે કે આ બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ આજે સવા૨ે ૧૧:૦૦ વાગ્યે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને શાંતિપુર્ણ રજુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી કોઈપણ વેપાર–ઉધોગકારોને ફાયર એનઓસી તથા બીયુ પરમિશન અંગે પ્રશ્નો હોય તો આવતીકાલે સવારે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરની કચેરીએ ખાસ ઉપસ્થિત રહેવા આહવાન કરાયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech