ચલાલાના પોલીસ કોન્સ્ટેબલ વાળાનું હાર્ટએટેકથી મોત

  • February 23, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચલાલા નજીક આવેલ ઢોલરવા ગામના વતની અને ચલાલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નજુભાઈ બાધુભાઈ વાળા ઉ.વ.૩૧નું ગઈરાત્રીના ૮.૩૦ કલાકે ચાલુ ફરજ દરમિયાન હાર્ટએટેક આવતા અવસાન થયું છે. ચલાલા પોલીસ સ્ટેશનમાં છેલ્લા  બે વર્ષથી પ્રમાણીક અને નિષ્ઠાપુર્વક ફરજ બજાવતા હતા. તેઓ અન્ય લોકોને મદદરૂપ થતા હતા. પોેતે સેવાભાવી હોવાથી લોકોમાં અને પોલીસ સ્ટાફમાં લોકપ્રિય હતા. તેઓનું અચાનક અવસાન થતાં ચલાલા પંથકમાં ઘેરો શોક છવાયો છે. ઢોલરવા ગામે તેની અંતિમયાત્રા જિલ્લ ાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પીએસઆઈ તથા સમગ્ર સ્ટાફ અને રાજકીય તેમજ સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application