દિલ્હીમાં મેયરની ચૂંટણી બાદ ગૃહમાં ભાજપ અને AAP કાઉન્સિલરો વચ્ચે ઉડી ખુરશીઓ અને પાણીની બોટલો…જૂઓ વીડિયો

  • February 23, 2023 08:02 AM 

Aajkaalteam

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે નવા મેયર મળી ગયા છે. જેમાં મેયર તરીકે શેલી ઓબેરોયની ચૂંટાઈ આવ્યા છે. ત્યારે આજે સ્ટેન્ડિંગ કમીટીની ચૂંટણીમાં ગૃહમાં વાતાવરણ ડોહળાયુ હતુ. જેમાં ભાજપ અને આપ પાર્ટીના કાઉન્સીલરો સામ સામે આવી ગયા હતા અને એક બીજા પર જે હાથમાં આવ્યું તે ફેક્યુ હતુ.

છેલ્લા કેટલાય સમયથી દિલ્હીના મેયરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તેની વચ્ચે આજે દિલ્હીના મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા મેયર મળી ગયા છે. જેમાં શેલી ઓબેરોયની જીત થઈ ચૂકી છે. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી સમયે ગૃહમાં ભારે દેકારો થયો હતો. જેમાં ગૃહને સ્થગિત કરાયું હતુ. ગૃહમાં થયેલા હોબાળાની વાત કરીએ તો ભાજપ અને આપ પાર્ટીના કાઉન્સીલરો એકબીજાની સામસામે આવી ગયા હતા અને કૂતરા બિલાડીની જેમ ઝઘડવા લાગ્યા હતા. જે કાઉન્સીલરના હાથમાં જે આવે તે એકબીજા પર ફેંકી રહ્યા હતા. જેમાં બોટલો, ખુરશી સહિતની વસ્તુ એકબીજા પર ફેંકી રહ્યા હતા. જ્યારે કેટલાક તો મારામારી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. આમ ઘટના ઘટતા નાશભાગ મચી જવા પામી હતી અને ગૃહની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી.


શુ કહ્યુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે?

દિલ્હીના મુખ્યમંત્રીએ ગૃહમાં થયેલા હોબાળાને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે આ પ્રકારનો ગૃહમાં કરેલો દુરવ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે. તેમજ આ ઘટનાની ટીકા કરતા જણાવ્યું કે આ એક ગંભીર મુદ્દો ગણાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application