જૂનાગઢમાં માલિકીની જગ્યામાં ચાદર વિધિ કરતાં બ્રહ્મલીન તનસુખગીરી બાપુના વારસદારો દ્રારા હરિગીરીજી મહારાજ સામે લેખિત ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અપાયેલ લેખિત અરજીની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તનસુખગીરી બાપુ ની માલિકીની ભીડભંજન જગ્યા કબજો કરવા બે સાધુઓને ત્યાં રાખી દેવાયા છે. જેથી અંબાજી મંદિર ભવનાથ મંદિર અને હવે ભીડભંજન મંદિર મુદ્દો પણ સામે આવતા તંત્રમાં પણ દોડધામ થઈ છે.
જૂનાગઢમાં અંબાજી મંદિરના મહતં તનસુખગીરી બાપુના દેહ વિલય બાદ એક બાદ એક નવા વિવાદો શ થઈ રહ્યા છે. અગાઉ અંબાજી મંદિરનો મહંતનો વિવાદ અને ત્યારબાદ ભવનાથ મંદિર વિવાદ હજુ કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાં ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યા મુદ્દે પણ તનસુખગીરી બાપુના પરિવારજનો સામે આવ્યા છે અને બાપુની સમાધિ બાદ ધૂળ લોટ વિધિ વખતે હરીગીરીજી સહિતના સાધુઓ દ્રારા માલિકીની જગ્યામાં ઘુસિયા અને બળજબરીથી પ્રેમગીરીની ચાદરવિધિ કરી નાખી તે બાબતે દિવંગત તનસુખગીરી બાપુના વારસદાર કૌટુંબિક ભાણેજે હરીગીરીજી પ્રેમગીરીજી સહિતનાઓ સામે ગૃહ મંત્રી સુધીનાને લેખિત ફરિયાદ આપતા હવે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરશે તે અંગે તપાસ ની મીટ મંડાઈ છે. તનસુખગીરીબાપુના કૌટુંબિક ભાણેજ અને વારસદાર તેજસ ભારથી રસિક ભારથીએ એ ડિવિઝન પીઆઈ, એસ.પી, ગૃહ મંત્રી અને ડીઆઈજીને લેખિત ફરિયાદ કરી છે કે હરિ ગીરી દસનામ જુના અખાડાના સેક્રેટરીના નાતે ધાર્મિક જગ્યામાં કરોડોનો ખર્ચ કરી મંદિર અને જગ્યામાં કબજો કરે છે. તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ કોઈ શિષ્ય નિમ્યા ન હોવાનો લાભ લઈ ધૂળ લોટ વિધિ વખતે બાપુની માલિકીની ભીડભંજન જગ્યામાં ઘૂસી ગેરકાયદેસર અને પરંપરા વિદ્ધ પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખી હતી. હરીગીરી સહિતના સાધુ સંતોએ ધનસુખગીરી બાપુના પરિવારના સભ્યોને અવરોધ કરી માલિકીની જગ્યા પર કબજો કરવા પ્રયાસ કર્યેા હતો પરંતુ સેવકો અને અન્ય સાધુઓએ આત્મવિલોપનની ચીમકી આપતાં ત્યાંથી ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યારબાદ ભીડભંજન જગ્યા પર કબજો કરવા બે સાધુઓને ત્યાં રાખ્યા છે.જેની ચાદર વિધિ કરવામાં આવી તે પ્રેમગીરી પર પણ ગંભીર આરોપ છે કે તે સનાતન ધર્મને હાની પહોંચે એવું કૃત્ય કયુ હતું.મોટા પીર બાવા થયા બાદ ટ્રસ્ટી હિમાંશુ ગીરી પાસે છે આ ભીડભંજન જગ્યામાં ગીરકાયદેસર રીતે ઘૂસી ચાદર વિધિ કરવા મામલે હરીગીરી પ્રેમગીરી તેમજ અન્ય સાધુઓની સામે બી એન એસ કલમ ૧૨૭(૭),૧૨૭(૮),૧૨૮,૧૨૯,૩૩૩,૩૩૧(૩),૩૩૪(૧) તેમજ ૬૧(૨) તથા ૫૪ મુજબ પગલાં લેવા માંગ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech