ભ્રામક જાહેરાતો માટે સેલિબ્રિટી અને પ્રભાવકો સમાન જવાબદાર: સુપ્રીમ

  • May 08, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક ટીપ્પણીમાં કહ્યું કે બ્રોડકાસ્ટર્સે કોઈપણ જાહેરાત મૂકતા પહેલા સ્વ-ઘોષણા ફાઇલ કરવી જોઈએ, ખાતરી કરવી જોઈએ કે તેના પ્લેટફોર્મ પર પ્રસારિત થતી જાહેરાત કેબલ નેટવર્ક નિયમો, જાહેરાત કોડ વગેરેનું પાલન કરે છે.ભ્રામક જાહેરાત મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જો સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા પ્રભાવકો કોઈપણ ભ્રામક પ્રોડક્ટ અથવા સેવાને સમર્થન આપે છે, તો તે તેના માટે સમાન રીતે જવાબદાર છે. જાહેરાતકતર્ઓિ અથવા જાહેરાત એજન્સીઓ અથવા સમર્થન આપ્નારાઓ પણ ખોટી અને ભ્રામક જાહેરાતો આપવા માટે સમાન રીતે જવાબદાર છે. આઈએમએ પ્રમુખના વિવાદાસ્પદ નિવેદન પર સુપ્રીમ કોર્ટે પણ નોટિસ જારી કરીને 14 મે સુધીમાં જવાબ માંગ્યો છે.વાસ્તવમાં, આચાર્ય બાલકૃષ્ણએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે આઈએમએ પ્રમુખ અશોકન દ્વારા આપવામાં આવેલા ઇરાદાપૂર્વકના નિવેદનો તાત્કાલિક કાર્યવાહીમાં સીધો હસ્તક્ષેપ છે અને ન્યાયની પ્રક્રિયામાં દખલ છે. આ નિવેદનો નિંદનીય છે અને આ અદાલતની ગરિમા અને લોકોની નજરમાં કાયદાના મહિમાને નીચું લાવવાનો સ્પષ્ટ પ્રયાસ છે. બાલકૃષ્ણએ અશોકન સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.નોંધનીય છે કે આઈએમએના પ્રમુખ અશોકને એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું હતું કે તે ખૂબ જ દુભર્ગ્યિપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે આઈએમએ અને ખાનગી ડોક્ટરોની પ્રેક્ટિસની ટીકા કરી છે. તેમણે કહ્યું કે અસ્પષ્ટ નિવેદનોએ ખાનગી ડોક્ટરોનું મનોબળ નીચું કર્યું છે. અમને લાગે છે કે તેણે જોવું જોઈએ કે તેની સમક્ષ કઈ માહિતી મૂકવામાં આવી હતી.

જાહેરાત આપતા પહેલા સ્વ-ઘોષણા ફોર્મ ફાઇલ કરવું આવશ્યક છે - સુપ્રીમ
એક માપદંડ તરીકે, અમે નિર્દેશ આપવાનું યોગ્ય માનીએ છીએ કે કોઈપણ જાહેરાતને મંજૂરી આપતા પહેલા સ્વ-ઘોષણા મેળવવામાં આવે. કેબલ ટીવી નેટવર્ક નિયમો 1994, જાહેરાત કોડ વગેરેની તર્જ પર જાહેરાત માટે સ્વ-ઘોષણા મેળવવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બ્રોડકાસ્ટર્સે કોઈપણ જાહેરાત મૂકતા પહેલા સ્વ-ઘોષણા ફાઇલ કરવી જોઈએ, ખાતરી કરવી જોઈએ કે તેના પ્લેટફોર્મ પર પ્રસારિત થતી જાહેરાત કેબલ નેટવર્ક નિયમો, જાહેરાત કોડ વગેરેનું પાલન કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application