ઉના એસ.ટી. ડેપો મા ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ડેપો મેનેજર શ્રી એલ.ડી રાઠોડના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ હતું જેમાં ડ્રાઇવર કંડકટર ભાઈઓ માન્ય યુનિયનના હોદ્દેદારો તેમજ મિકેનિક સ્ટાફ હાજર રહેલ. અને ધ્વજ વંદન કરી સલામી આપી રાષ્ટ્ર્ર ગીત નું ગાન કરેલ હતું . આ પ્રસંગે ડ્રાઇવર કંડકટર દ્રારા વિશિષ્ટ્ર અને પ્રશંશનીય કામગીરી કરેલ હોય તેવા કર્મચારીઓને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવેલા હતા જેમાં દિવ્યેશભાઈ ભાવસિંહભાઈ વાળા, શિલ્પાબેન મોહનભાઈ કાનાણી, અસ્મિતાબેન અરવિંદભાઈ ઝાલાને પ્રશંસા પત્ર ડેપો મેનેજર એલ.ડી. રાઠોડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા.
ઊના ના પોલીસ મહેન્દ્ર સિંહ એન રાણાનું સન્માન કરવામાં આવ્યું
સમાચાર ઊના: ગીર સોમનાથ જિલ્લા કક્ષા નું સ્વતત્રં દિવસ ની ઉજવણી વેરાવળ મુકામે કરવામાં આવી હતી તેમાં ઊના પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્ર સિંહ એન. રાણા નું સુંદર કામગીરી શ્રે કામગીરી બદલ રાય કેબિનેટ ના મંત્રી ભાનું બેન બાબરીયા અને ગીર સોમનાથ જિલ્લા ના કલેકટર ડી.ડી. જાડેજા હસ્તે પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
વિધાર્થીઓ દ્રારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ
ગીરગઢડાની ફાટસર શાળામાં ૭૮માં સ્વાતંય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ફાટસર શાળાના બાળકો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા.શાળાના તમામ બાળકોને સ્કૂલ બેગ આપવા બદલ ચિરાગભાઈ અને જીતેન્દ્રભાઈ તથા બાળકોને નાસ્તો આપવા બદલ ગુણવંતભાઈ જાગાણીનું મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્રારા સન્માન કરવામાં આવ્યું.આ સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્રારા તાલુકા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલ. જિલ્લા કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તેમજ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ.
નાથળ ગામે વિધાર્થીઓ દ્રારા દેશભકિત ગીત રજૂ કરાયા
૧૫મી ઓગસ્ટ નિમિત્તે ૭૮ મો સ્વતંત્રતા દિન તાલુકા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ ઉના તાલુકાના નાથળ ગામે યોજાયો હતો. જેમાં રાષ્ટ્ર્ર ધ્વજ લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા વિધાર્થીઓ બાળકો દ્રારા દેશ ભકિત ગીત પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. અને વિધાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ૭૮ મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, મામલતદાર, પોલીસ અધિકારી સહિતના તમામ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હોદ્દેદારો શિક્ષકગણ, વિધાર્થીગણ તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્યુટી બ્લેન્ડરનો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, મેકઅપ રહેશે પરફેક્ટ
April 15, 2025 04:16 PMબહુ ઓછા લોકો જાણે છે મોઝેરેલા અને ચેડર ચીઝ વચ્ચેનો તફાવત, શું તમે જાણો છો?
April 15, 2025 03:47 PMકુવાડવામાં 25 કાચા, 8 પાકા અને એક ગેરેજ પર બૂલડોઝર ફરી વળ્યું, 4 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ
April 15, 2025 03:26 PMજિલ્લાના હીરા ઉદ્યોગકાર અસમંજસમાં
April 15, 2025 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech