સંકલ્પ એનજીઓની સેવાકીય પ્રવૃતિ:
તાજેતરમાં દ્વારકામાં સંકલ્પ એન.જી.ઓ. દ્વારા 360મી ઈવેન્ટની ઉજવણી પ્રસંગે શહેરની લેમન ટ્રી હોટેલમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયેલ. જેમાં પીજીવીસીએલ, રાજકોટના સી.એસ.આર.24 - 25 અંતર્ગત દ્વારકા તાલુકાની 91 પ્રાથમિક શાળા અને 3 આશ્રમ શાળાના બાલવાટિકા અને ધો.1થી 8 સુધીના તમામ બાળકોને ઠંડીની સીઝનને અનુરૂપ સ્વેટર અને પગના મોજાની એક-એક જોડીનું વિતરણ કરવાનું નકકી કરવામાં આવેલ. જે તબ્બકાવાર દરેક સ્કૂલને વિતરણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં શારદાપીઠના સ્વામી શ્રી નારાયણાનંદ બ્રહમચારીજી, સનાતન સેવામંડળના કેશવાનંદજી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને સંકલ્પ એનજીઓની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે સંકલ્પ એનજીઓ ટીમ અને પ્રાથમિક વિભાગના અધિકારી તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીર ગઢડામાં માનવભક્ષી દીપડાએ ઘરમાં ઘૂસી બે વ્યક્તિ પર હુમલો કર્યો, એકનું મોત, વન વિભાગની ટીમ દોડી
January 19, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech