આવતીકાલે સ્વાતત્રં પર્વની ઉજવણીનો રાય કક્ષાનો કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજવામાં આવશે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૯:૦૦ વાગ્યે ધ્વજ વંદન કરાવશે. બનાસકાંઠામાં વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જૂનાગઢમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ કચ્છમાં બળવંતસિંહ રાજપુત અમરેલીમાં કુવરજીભાઈ બાવળીયા બોટાદમાં મુળુભાઈ બેરા અને ગીર સોમનાથ જિલ્લામાં ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજ વંદન રાખવામાં આવ્યું છે. ભાવનગરમાં રાય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને દેવભૂમિ દ્રારકામાં ભીખુસિંહ પરમારના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવશે.
આ ઉપરાંત સુરતમાં કનુભાઈ દેસાઈ મહેસાણામાં ઋષિકેશ પટેલ સાબરકાંઠામાં કુબેરભાઈ ડીંડોર પંચમહાલમાં ડેપ્યુટી સ્પીકર જેઠાભાઇ ભરવાડ ધ્વજ વંદન કરાવશે. વડોદરામાં રાયકક્ષાના મંત્રી હર્ષ સંઘવી વલસાડમાં જગદીશભાઈ વિશ્વકર્મા દાહોદમાં બચુભાઈ ખાબડ ડાંગમાં પ્રફુલભાઈ પાનસેરીયા અને નવસારીમાં કુવરજીભાઈ હળપતિના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર્રમાં પોરબંદર રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અને મોરબી ઉપરાંત રાયમાં આણદં છોટા ઉદેપુર અરવલ્લી પાટણ અમદાવાદ મહીસાગર ગાંધીનગર નર્મદા અને ભચ જિલ્લામાં પણ જે તે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લોધિકા ખાતે અને શહેરનો કાર્યક્રમ ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં યોજવામાં આવનારો છે. ધ્વજવંદનના કાર્યક્રમના અનુસંધાને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલતી હતી તે પૂરી થઈ ગઈ છે અને આવતીકાલે સમગ્ર રાયમાં તમામ સ્થળોએ એક સાથે સવારે ૯:૦૦ વાગે ધ્વજવંદનના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે
December 23, 2024 11:46 AMજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech