સાવધાન: આ 3 વસ્તુઓથી થઈ શકે છે કેન્સરનું જોખમ બમણું, રહેવું જોઈએ તેનાથી દૂર

  • August 07, 2024 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્સર એક જીવલેણ રોગ છે, જેની સચોટ અને ખાતરીપૂર્વકની સફળ સારવાર હજુ પણ સંશોધનનો મુદ્દો બની રહ્યો છે. પરંતુ તાજેતરમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. તે શરીરના એક ભાગથી શરૂ થઈને આખા શરીરમાં ફેલાઈ શકે છે, જેનાથી તેને રોકવું મુશ્કેલ બને છે. કેન્સર થવાના ઘણા કારણો હોઈ શકે છે,  જેમાં બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, પ્રોસેસ્ડ ફૂડ, પ્લાસ્ટિકનો ઉપયોગ, ઓછી શારીરિક પ્રવૃત્તિ, તણાવ, કોસ્મેટિકનો ઉપયોગ, ધૂમ્રપાન, આલ્કોહોલ વગેરેનો સમાવેશ થાય છે. જો કે, મુખ્યત્વે ત્રણ મુખ્ય બાબતો છે, જે કેન્સરનું જોખમ બમણું કરે છે.


પ્લાસ્ટિક

પ્લાસ્ટિકમાં હાજર BPA, માઇક્રોપ્લાસ્ટિક, બિસ્ફેનોલ, જેવા રસાયણો કેન્સરને નોતરે છે. આ બધાને અંતઃસ્ત્રાવી વિક્ષેપ પાડતા રસાયણો ગણવામાં આવે છે,  જે શરીરના હોર્મોન્સમાં દખલ કરે છે અને સ્તન કેન્સર જેવા કેન્સરનું જોખમ વધારે છે. તેના બદલે કાચના વાસણોને પસંદ કરો અને પ્લાસ્ટિકના વાસણો કે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરવો જોઈએ.


જંતુનાશક

જંતુનાશકો સાથે કામ કરતા ખેડૂતોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધે છે અને તેમની સાથે કામ કરતી સ્ત્રીઓમાં અંડાશય અને મૂત્રાશયના કેન્સરનું જોખમ વધે છે. જંતુનાશકો ધરાવતાં શાકભાજી અને ફળો પણ કેન્સર માટે જવાબદાર હોઈ શકે છે. તેથી હંમેશા શાકભાજી કે ફળોને સારી રીતે ધોયા પછી તેનો ઉપયોગ કરવો જોઈએ.


ભારે ઘાતુ

આર્સેનિક, કેડમિયમ, ક્રોમિયમ, નિકલ જેવી ભારે ધાતુઓ મુખ્ય કાર્સિનોજેન્સમાં સામેલ છે. જે કેન્સરના કોષોની પ્રક્રિયા તેમજ તેમના મેટાસ્ટેસિસને પ્રોત્સાહન આપે છે. કેન્સર થવાની સાથે-સાથે ફેલાવાની શક્યતા વધારે છે. તેનાથી સ્કિન કેન્સર અને ગેસ્ટ્રિક કેન્સરની શક્યતા વધી જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application