જામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી

  • November 14, 2024 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગામડાઓમાં પણ સવાર-સાંજ ઠંડી પડતાં બજારો વ્હેલી બંધ થવાનું શરૂ

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં બે દિવસથી ઠંડીએ પા-પા પગલી કરી છે, સવારે અને મોડી રાત્રે ઠંડક વધી છે, પરંતુ હજુ આગામી અઠવાડીયાથી ઠંડીની શરૂઆત થશે તેવું હવામાન ખાતુ કહે છે. આજે પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, ગામડાઓમાં ત્રણેક દિવસથી આછેરી ઠંડીની શરૂઆત થતાં ધીરે-ધીરે દુકાનો વ્હેલી બંધ થતી જાય છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ લઘુતમ તાપમાન 19 ડીગ્રી,  મહત્તમ તાપમાન એક ડીગ્રી ઘટી 33.5 ડીગ્રી, હવામાં ભેજ 70 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક રહી હતી.


આજે ઠંડીના માહોલ વચ્ચે વોકીંગ કરનારાઓએ પણ ઠંડીની મોજ માણી હતી, ગામડાઓમાં પણ વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી, જો કે હવામાન ખાતુ કહે છે કે, બે-ત્રણ દિવસમાં જ ગરમી ઘટતી જશે અને ઠંડી શરૂ થશે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આ વખતે લગભગ વીસેક દિવસ ઠંડી મોડી શરૂ થઇ છે, હજુ તો શરૂઆત છે પરંતુ આવતા અઠવાડીયે ઠંડી વધશે.


ઠંડીની મોસમ આ વખતે લગભગ એકાદ મહીનો મોડી શરૂ થઇ છે, જેને કારણે શિયાળુ પાકને પણ અસર થશે, સિઝનમાં ભારે ફેર બદલાવ આવ્યા છે, દર વર્ષે નવરાત્રી બાદ ધીમે-ધીમે ઠંડીનું આગમન થાય છે અને દિવાળી ઉપર તો તાપમાન 12 થી 15 ડીગ્રી જેવું રહે છે, પરંતુ અત્યારે હાલત એવી છે કે, દેવદિવાળી નજીક છે ત્યારે હજુ પણ ઠંડીનો કોઇ મોટો ચમકારો દેખાયો નથી અને રાબેતા મુજબ વાતાવરણ હોવાથી લોકોને પણ આશ્ર્ચર્ય થયું છે, બે-ત્રણ દિવસથી ઠંડીએ પાપા પગલી કરી છે ત્યારે મોર્નીંગ વોક કરનારાઓની સંખ્યા પણ ધીરે-ધીરે વધવા લાગી છે.


જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમીએ કાળો કેર વતર્વ્યિો છે, એક તરફ કમોસમી માવઠાથી ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, બીજી તરફ અસહ્ય ગરમીને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application