સાવધાન: દાંતની સમસ્યાઓને કારણે અનેક ગંભીર રોગોનું જોખમ

  • October 09, 2024 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




લગભગ 70% શાળાના બાળકોને દાંતમાં સડો થવાની સમસ્યા હોય છે, જ્યારે 90% જેટલા પુખ્ત વયના લોકો પેઢાના રોગથી પીડાય છે. મોં યોગ્ય રીતે સાફ ન કરવાથી ઘણી ખતરનાક બીમારીઓ થઈ શકે છે. દાંતમાં કોઈપણ પ્રકારની સમસ્યા ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે. ત્યારે ચાલો જાણીએ કે દાંતના રોગને કારણે કયા રોગોનું જોખમ રહેલું છે.


દાંતની સમસ્યાઓને કારણે આ ગંભીર રોગોનું જોખમ


ડાયાબિટીસ

ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અનુસાર, સમય જતાં ખરાબ પેઢા લોહીમાં શર્કરાના સ્તરને અસર કરવાનું શરૂ કરે છે, જે ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ ડાયાબિટીસનો દર્દી છે તો તેની સમસ્યાઓ વધી શકે છે.


હૃદય માટે જોખમ

નબળું દાંતનું સ્વાસ્થ્ય રક્ત પરિભ્રમણમાં બેક્ટેરિયલ ચેપને વધારી શકે છે, જે હૃદયના વાલ્વને અસર કરી શકે છે. દાંતની બીમારી હાર્ટ પેશન્ટ બનાવી શકે છે. જેના કારણે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અને સ્ટ્રોકનો ખતરો રહે છે.


કેન્સર

ખરાબ સ્વાસ્થ્ય ધરાવતા લોકોને હ્યુમન પેપિલોમા વાયરસ (એચપીવી) થી મોઢાના ચેપનું જોખમ વધુ હોય છે, જે પાછળથી મોઢાના કેન્સર તરફ દોરી શકે છે. મૌખિક સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ.


ખરાબ સ્વાસ્થ્યને કારણે આ રોગોનું રહેલું છે જોખમ


  • એન્ડોકાર્ડિટિ
  • ન્યમોનિયા
  • ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું ઓછું વજન
  • ઓસ્ટીયોપોરોસીસ
  • HIV/AIDS


આરોગ્ય સુધારવા માટે શું કરવું


  • ખાટા ખોરાક ખાધા પછી 30 મિનિટ સુધી દાંત સાફ ન કરો. આ દાંતને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે ખાટા ફળોના રસ પછી દાંતની મીનો નરમ બની જાય છે.
  • દાંતને 45 ડિગ્રીના ખૂણા પર 4 ભાગોમાં વહેંચીને સારી રીતે સાફ કરવા જોઈએ. લગભગ 30-30 સેકન્ડ માટે ઉપર ડાબે, ઉપર જમણે, નીચે ડાબે અને નીચે જમણે બ્રશ કરો.
  • શક્ય હોય ત્યાં સુધી કાચા અને રેસાવાળા ફળો જેવા કે સફરજન, નાસપતી, ગાજર ખાઓ. આ બધા દાંતની સપાટીને સ્ક્રબ કરી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application