સાવધાન: એન્ટિબાયોટિક દવાનું આવ્યું રીએક્શન, મહિલાની જીભ ઉપર ઉગ્યા વાળ

  • June 10, 2023 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ રોજીંદા જીવનમાં લોકોમાં એન્ટિબાયોટિકનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. પરંતુ તેનું વધુ પડતું સેવન ફાયદાને બદલે નુકસાન નોતરી શકે છે. હાલમાં જાપાનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એન્ટિબાયોટિક્સ લેવાથી 60 વર્ષીય મહિલાની જીભ કાળી પડી ગઈ. એટલું જ નહીં તેમની જીભ પર નાના વાળ પણ ઉગી ગયા હતા. આ સ્થિતિને 'લિંગુઆ વિલોસા નિગ્રા અથવા બ્લેક હેરી ટંગ' (BHT) કહેવામાં આવે છે.


'બ્રિટિશ મેડિકલ જર્નલ કેસ'ના અહેવાલો મુજબ, આ મહિલા રેક્ટલ કેન્સરથી પીડિત હતી, જેની સારવાર 14 મહિના પહેલા જ જાપાનમાં શરૂ થઈ હતી. આ મહિલા કીમોથેરાપીની આડઅસર ઘટાડવા માટે માઈનોસાઈક્લિન લઈ રહી હતી, જેનો ઉપયોગ ખીલથી લઈને ન્યુમોનિયા સુધીની દરેક વસ્તુની સારવાર માટે થાય છે. જો કે તેના સેવનથી મહિલાના ચહેરા પર કાળા ડાઘ અને કાળી જીભ જોવા મળી તેમજ તેના પર વાળ પણ ઉગ્યા હતા.


પ્રાપ્ત જાણકારી મુજબ, ડોકટરોએ જણાવ્યું હતું કે પેનિટુમુમાબ-ઈન્ડ્યુસ્ડ ત્વચાના જખમને રોકવા માટે મહિલાને મિનોસાયક્લાઇન 100 મિલિગ્રામ/દિવસ સૂચવવામાં આવી હતી. તેની પ્રતિક્રિયાના કારણે મહિલાની જીભ કાળી થઈ ગઈ અને તેના પર વાળ પણ ઉગ્યા. એન્ટિબાયોટિક પ્રતિક્રિયાએ મહિલાને BHT (બ્લેક હેરી ટંગ)નો શિકાર બનાવી. જેના કારણે મહિલાની ત્વચા પણ ગ્રે થઈ ગઈ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application