સિકકા-કારા ભુંગામાં મહિલા સહિતના પત્તાપ્રેમીઓ પકડાયા

  • September 19, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક સિકકાના કારાભુંગા વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મહિલા સહિતના 6 પત્તાપ્રેમીઓને રોકડ સાથે અટકાયતમાં લીધા હતા.

સિકકાના કારાભુંગા મંદિર પાસેના રોડ પર જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા કારાભુંગાની નિઝામ કોલોનીમાં રહેતા ઉમેદ દિનેશ આયર, સાહીલ મનસુખ મકવાણા, શબીર અબ્દુલ સુભણીયા, રાકેશ ગોરધન વાઘેલા, જયેશ ડાયા રાઠોડ અને મનિષાબેન વિજય ખાણીયાની અટકાયત કરવામાં આવી હતી. સિકકા પોલીસે દરોડા દરમ્યાન 2310ની રોકડ અને ગંજીપતા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application