યુએસ-કેનેડા બોર્ડર પર કારમાં વિસ્ફોટ, બેના મોત

  • November 23, 2023 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકા-કેનેડા બોર્ડર પર કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં બેના મોત નીપજ્યા હતા. પોલીસ ઘટના સ્થળે દોડી ગયી હતી અને વધુ તપાસ નો દોર એફબીઆઈએ સંભાળી લીધો છે. જ્યાં વિસ્ફોર થયો એ રેનબો બ્રિજ, ઓટારીયા, કેનેડા, અને નિયાગ્રા ફોલ્સ, ન્યુયોર્કને જોડે છે, તે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મારા નિર્દેશ પર પોલીસ એફબીઆઈ જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ સાથે ન્યૂયોર્કમાં પ્રવેશવાના તમામ સ્થળો પર નજર રાખવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.

નાયગ્રા ફોલ્સ નજીક યુએસ-કેનેડા બોર્ડર પર બુધવારે બપોરે એક વાહનમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા. જે બાદ યુએસ-કેનેડા બોર્ડર ક્રોસિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુ પામેલા બે લોકોની હજુ સુધી ઓળખ થઈ નથી.એક વરિષ્ઠ અમેરિકન કાયદા અમલીકરણ અધિકારીએ જણાવ્યું કે કાર અમેરિકાથી આવી રહી હતી. આ દરમિયાન કસ્ટમ સ્ટેશન સાથે અથડાતાં કાર બળી ગઈ હતી. કારમાં શા માટે વિસ્ફોટ થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીએ કહ્યું કે અમારી પાસે હજુ વધારે માહિતી નથી.


કાર આગનો ગોળો બની ગઈ હતી
ન્યૂયોર્કના કેનેડિયન પ્રવાસી માઈક ગુએન્થરે જણાવ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે નજીકમાં ચાલી રહ્યો હતો. તેમણે કહ્યું કે કાર કસ્ટમ સ્ટેશનની દિશામાં ઝડપથી દોડી રહી હતી. તે 100 માઈલ પ્રતિ કલાકથી વધુની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. પ્રવાસીએ જણાવ્યું કે આ પછી અમે આગનો ગોળો જોયો અને અમે એટલું જ જોઈ શકીએ છીએ, બધે માત્ર ધુમાડો હતો. રેઈનબો બ્રિજ, જે નાયગ્રા ફોલ્સ, ઓન્ટારિયો, કેનેડા અને નાયગ્રા ફોલ્સ, ન્યુયોર્કને જોડે છે, તે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. લેવિસ્ટન-ક્વીન્સટન બ્રિજ, વ્હર્લપૂલ રેપિડ્સ બ્રિજ અને પીસ બ્રિજ આ વિસ્તારના અન્ય સરહદ ક્રોસિંગ છે. ઘટના બાદ ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મારા નિર્દેશ પર પોલીસ ન્યૂયોર્કમાં પ્રવેશવાના તમામ સ્થળો પર નજર રાખવા માટે એફબીઆઈ જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ સાથે સક્રિય રીતે કામ કરી રહી છે.

રેઈન્બો બ્રિજ ક્રોસિંગ બંધ
ટીમ એ કહ્યું કે હમણાં માટે, તે કાયદા અમલીકરણ અને ઈમરજન્સી રિસપોન્ડર સાથે મળવા અને પરિસ્થિતિ વિશે જાણવા બફેલો જઈ રહી છે. નાયગ્રા ફોલ્સ નજીક યુએસ અને કેનેડાને જોડતો રેઈન્બો બ્રિજ ક્રોસિંગ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે બફેલો, ન્યૂયોર્કમાં ફેડરલ અધિકારીઓની તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application