કનિષ્ક ઘટનાની નવેસરથી તપાસની માગ પર ભડકયા કેનેડિયન સાંસદ

  • September 28, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય મૂળના કેનેડિયન સાંસદે ૧૯૮૫માં એર ઈન્ડિયા લાઈટ–૧૮૨ પર થયેલા બોમ્બ વિસ્ફોટની નવેસરથી તપાસની માંગ કરતી અરજીની ટીકા કરી છે. તેમને કહ્યું કે, તે કોઈ પણ 'વિદેશી ગુચર'ની સંડોવણી સ્થાપિત કરવા માટે આ ખાલિસ્તાની ઉગ્રવાદીઓનું કાવતં છે.
નોંધનીય છે કે, મોન્ટ્રીયલ–નવી દિલ્હી એર ઈન્ડિયા કનિષ્ક લાઈટ–૧૮૨માં ૨૩ જૂન ૧૯૮૫ના રોજ લંડનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડિંગના ૪૫ મિનિટ પહેલા વિસ્ફોટ થયો હતો. વિમાનમાં સવાર તમામ ૩૨૯ લોકો માર્યા ગયા હતા. આ બોમ્બ વિસ્ફોટનો આરોપ શીખ ચરમપંથી આંતકવાદિઓ પર લગાવવામા આવ્યો હતો, જે ૧૯૮૪માં સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓને બહાર કાઢવા માટેના ઓપરેશન બ્લુસ્ટારનો બદલો લેવા માટે ગયો હતો.
ગુવારે સંસદને સંબોધતા, નેપિયન સાંસદ ચદ્રં આર્યએ જણાવ્યું હતું કે, બે કેનેડિયન જાહેર પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ એર ઈન્ડિયાની લાઈટ પર બોમ્બ વિસ્ફોટ માટે જવાબદાર હતા. બોમ્બ ધડાકાને કેનેડાના ઈતિહાસમાં સૌથી મોટી સામૂહિક હત્યા ગણાવતા તેમને કહ્યું કે, કેનેડામાં કેટલાક લોકોમાં આતંકવાદી હત્પમલા માટે જવાબદાર વિચારધારા હજુ પણ જીવતં છે. તેમણે કહ્યું કે, હવે સંસદના પોર્ટલ પર એક અરજી દ્રારા ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્રારા પ્રચારિત ષડયંત્રના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપતી નવી તપાસની માંગ કરવામાં આવી છે. આ હત્પમલામાં માર્યા ગયેલા બાલ ગુાની પત્નીને ટાંકીને આર્યએ કહ્યું કે, આ ખૂબ જ નિરાશાજનક છે. તે જૂના ઘાને ફરી તાજા કરે છે. આ બધું બકવાસ છે. આ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પ્રચાર અને સમર્થન મેળવવાનો પ્રયાસ છે.
ગત વર્ષે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આરોપ મૂકયો હતો. નવી દિલ્હીએ ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા. ભારતનું કહેવું છે કે, બંને દેશો વચ્ચેનો મુખ્ય મુદ્દો એ છે કે કેનેડા તેની ધરતી પરથી કાર્યરત ખાલિસ્તાન સમર્થક તત્વોને સુરક્ષિત જગ્યા આપી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News