શું પાણીની બોટલનો ફરીથી ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે?

  • May 15, 2024 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વસ્થ રહેવા માટે પાણી જરૂરી છે. પરંતુ એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે શેમાંથી પાણી પી રહ્યા છો. જો ફરીથી વાપરી શકાય તેવી પાણીની બોટલનો ઉપયોગ કરો છો, તો જાણો તે કેવી રીતે બીમાર કરી શકે છે. 


સ્વસ્થ રહેવા માટે પાણી પીવું સૌથી જરૂરી છે. પરંતુ જો યોગ્ય જગ્યાએ પાણીનો સંગ્રહ નથી કરતા તો તેનાથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે જ્યારે એક જ પ્રકારની પાણીની બોટલનો વારંવાર ઉપયોગ કરો છો. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બોટલમાંથી પાણી પીવું શ્રેષ્ઠ છે. પરંતુ શું તે સ્વાસ્થ્ય માટે સારું છે?


શું  પાણીની બોટલ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે?


શરીરને હાઇડ્રેટ રાખવા માટે હંમેશા પાણીની બોટલ સાથે રાખો. સમય સમય પર બોટલને યોગ્ય રીતે સાફ ન કરો તો તેમાં બેક્ટેરિયા અને ફૂગ વધી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

બોટલ બની શકે છે ફૂડ પોઈઝનિંગનું કારણ

જો પાણીની બોટલનો ઉપયોગ ઘણી વખત કરવામાં આવે તો તેમાં જીવજંતુઓ વધી શકે છે. ઘણીવાર લોકો તે પાણીની બોટલોની અંદર જીવાણુઓને ઉગતા જોઈ શકતા નથી. ત્યારે વ્યક્તિને ફૂડ પોઇઝનિંગ જેવા લક્ષણોનો અનુભવ થઈ શકે છે.


આ બોટલોથી થતા રોગોથી બચવા માટે દર વખતે પાણીની બોટલોને સાબુ અને પાણીથી સાફ કરો. આ સિવાય પાણીની બોટલોના ખૂણાઓને બરાબર સાફ કરો. પાણીની બોટલો સ્ટેનલેસ સ્ટીલની હોય, કાચની હોય કે પ્લાસ્ટિકની હોય, બેક્ટેરિયા અને મોલ્ડ-અપથી બચવા માટે તેને નિયમિતપણે ધોઈ લેવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application